ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન જુગારની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા જિલ્લા પોલીસ વડાએ તાબાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે સેકટર – 7 પોલીસની સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિ શોધી કાઢવા પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, વાવોલ ગામમાં આવેલ બળીયાદેવ મંદિર પાસે ચરેડી વાસમા એક પતરાના શેડવાળી ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા છે. જે અન્વયે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા જુગારીઓના મોતિયા મરી ગયા હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ પરેશસિહ પ્રહલાદસિહ વિહોલ (ઉ.વ-૩૩ રહે. વાવોલ ગામ બળીયાદેવ મંદિર પાસે), મહેન્દ્રજી ઇશ્વરજી ઠાકોર (ઉ.વ-37, રહે.વાવોલ ગામ તળપોજવાસ ઠાકોરવાસ), યુવરાજસિહ દિનેશસિહ ગોલ (ઉ.વ-27 રહે.વાવોલ ગામ નવો દરબારવાસ), સતીષસિહ અમરસિહ ગોહીલ (ઉ.વ-27 રહે.વાવોલ ગામ ગોહીલવાસ), અરબાજ મુસ્તાકભાઈ શેખ (ઉ.વ-26 રહે.વાવોલ ગામ ગ્રામ પંચાયતની સામે ), પરેશસિહ હસમુખસિહ ગોલ ( ઉ.વ. 25, રહે. વાવોલ ગામ મોટા માઢમા), મજહર મહેબુબભાઇ શેખ (ઉ.વ. 24,રહે.વાવોલ ગામ શેખવાસ) તેમજ શંભુસિહ કાળુસિહ ગોલ (ઉ.વ-34 રહે.વાવોલ ગામ બળીયાદેવ મંદિર પાસે ચરેડી વાસ ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી લઈ કુલ રૂ. 21 હજાર રોકડા તેમજ દાવ પરથી રૂ. 1850, પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 52 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરી આઠેય જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે ઈમામવાળાની બાજુમાં ફળિયામાં દરોડો પાડી ઈરફાનમીયા અકબરમીયા રાઠોડ, તફીકશેખ ઇસ્માઇલભાઇ શેખ, સલ્લુ યુસુફભાઈ મકરાણી, અયુબભાઇ કરીમભાઇ ખોખર અને મુદસરમીયા ઉર્ફે કાલુ સલીમમીયા શેખને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ આશરે ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.