યુક્રેન-રશિયા યુદ્ધમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમેરિકાનો 9/11 જેવો હુમલો રશિયામાં થયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, યુક્રેનિયન ડ્રોન સેરાટોવમાં એક બહુમાળી ઇમારતને અથડાયુ છે.
ડ્રોન હુમલા બાદ ઈમારતને ખાલી કરાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો બિલ્ડિંગના 19મા માળે થયો હતો. હાલના સમયમાં એવું જોવામાં આવી રહ્યું છે કે યુક્રેને આ ડ્રોન હુમલો કર્યો છે.
આજે યુક્રેને રશિયામાં 38 માળની હાઈરાઈઝ ઈમારત પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેનિયન ડ્રોન સીધું બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. ડ્રોન ક્રેશ થવાથી ઓછામાં ઓછા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સેરાટોવ શહેરની સૌથી ઊંચી 38 માળની ઇમારત વોલ્ગા સ્કાયમાં બની હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર, એક ડ્રોન ઉડતું જોવા મળી રહ્યું છે, તે સીધું 38 માળની હાઈરાઈઝ ઈમારતમાં ઘુસી ગયું અને આગ લાગી. બિલ્ડિંગના કાચ તૂટવાને કારણે નીચે પાર્ક કરેલા 20થી વધુ વાહનોને પણ નુકસાન થયું હતું.
યુક્રેનનો દાવો છે કે તે રશિયાના ક્રુસ્ક વિસ્તારમાં લગભગ 30 કિલોમીટર સુધી ઘૂસી ગયુ છે. તે ડ્રોન વડે રશિયન શહેરોને પણ નિશાન બનાવી રહ્યું છે. રશિયાનું કહેવું છે કે યુક્રેન તેના નાગરિકોને નિશાન બનાવીને હુમલા કરી રહ્યું છે.
26 ઓગસ્ટ 2024 ના રોજ, યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો. આ વખતે યુક્રેનની સેનાએ રશિયાના સારાટોવમાં સૌથી ઉંચી ઈમારતને નિશાન બનાવીને ડ્રોન છોડ્યા હતા. યુક્રેનની સેનાનું ડ્રોન સેરાટોવમાં રહેણાંક મકાનને અથડાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોટા હુમલામાં અડધી ઈમારતને નુકસાન થયું છે અને આ હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
સારાટોવના ગવર્નર રોમન બુસર્ગિને મેસેજિંગ એપ પર જણાવ્યું હતું કે રાજધાની મોસ્કોથી કેટલાક સો કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત પ્રદેશના મુખ્ય શહેરો સારાટોવ અને એંગલ્સમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર્સ તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.