પાકિસ્તાની મૂળના નેતા સાજિદ તરારએ કહ્યું, અમારે પણ પીએમ નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર છે..

Spread the love

દેવામાં ડૂબેલા પાકિસ્તાનના શાસકોએ ત્યાંની હાલત કેવી રીતે ખરાબ કરી છે તે કોઈનાથી છુપાયેલું નથી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પોતાના દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે કોઈને કોઈ દેશ કે નાણાકીય સંસ્થા પાસે હાથ ફેલાવતા રહે છે. પાકિસ્તાનની બહાર રહેતા પાકિસ્તાનીઓ પાકિસ્તાનની દયનીય સ્થિતિ અને તેના નેતાઓના ઈરાદાથી સારી રીતે વાકેફ છે.

અમેરિકાના જાણીતા બિઝનેસમેન અને પાકિસ્તાની મૂળના નેતા સાજિદ તરારએ કહ્યું છે કે પાકિસ્તાનને એક દૂરંદેશી નેતાની જરૂર છે. તેણે ભારતના પીએમ નરેન્દ્ર મોદીના પણ ખૂબ વખાણ કર્યા.

સાજીદ તરારે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનને તેમના જેવા નેતાની જરૂર છે. અમેરિકાના બાલ્ટીમોરમાં રહેતા તરારએ કહ્યું કે, “મોદીના રાષ્ટ્રવાદના નારાએ ભારતમાં રહેતા ભારતીયો અને અમેરિકામાં રહેતા ભારતીયો માટે સારું કામ કર્યું છે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સમર્થક રિપબ્લિકન પાર્ટીના નેતા અને અમેરિકન મુસ્લિમ્સ ફોર ડોનાલ્ડ ટ્રંપ ના સંસ્થાપક તરારએ કહ્યુ કે મોદીના નેતૃત્વમાં ભારતે પ્રગતિ કરી છે. અને તેમના જેવા નેતા આગળ આવશે તો પાકિસ્તાનને મદદ મળશે.

તરારએ જણાવ્યું હતું કે પાકિસ્તાને શીખવું જોઈએ અને શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું, “ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ અને IIT અને IIM જેવી સંસ્થાઓ સાથે ઉભરતા રાષ્ટ્રના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સ્વપ્ન દેશને લાંબા ગાળાના ફાયદાઓ આપ્યા છે. “આ ત્યારે થાય છે જ્યારે તમે લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં રોકાણ કરો છો.”

1990ના દાયકામાં અમેરિકા ગયેલા તરારએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટ્રમ્પની ઉમેદવારી પર કહ્યું હતું કે તેમની સત્તામાં વાપસી ફરી અમેરિકાને મહાનતાના માર્ગ પર લઈ જશે. તેમણે કહ્યું, “ટ્રમ્પે રાજકારણમાં પ્રવેશતા પહેલા પૈસા કમાયા હતા અને હવે તેઓ અમેરિકાને ફરીથી મહાન બનાવવાની ચિંતામાં છે. ડેમોક્રેટિક પાર્ટીના રાજકીય નેતાઓ સાથે આવુ બિલ્કુલ નથી. તરારે એમ પણ કહ્યુ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદમાં વાપસી ચીન માટે એક પડકાર હશે, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોમાં બેઇજિંગની નીતિઓને પડકારશે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ ઈમિગ્રન્ટ્સની વિરુદ્ધ નથી, પરંતુ અમેરિકી સરકાર જે રીતે આ મુદ્દાને હેન્ડલ કરી રહી છે તેનાથી તેઓ સહમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com