અમદાવાદ જિલ્લાની પ્રાંત કચેરીઓમાં સિનિયર સિટીઝનના ભરણપોષણના કેસ ચાલતા હોય છે. કેસની સુનાવણી બાદ આપેલા નિર્ણયથી નારાજગી હોય તેવા છેલ્લા 3 વર્ષમાં માત્ર 25 પક્ષકારોએ જિલ્લા કલેકટર હેઠળ એપલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે.કલેકટરના હુકમથી નારાજ થઇ હાઇકોર્ટમાં જનાર પક્ષકારોની સંખ્યા શૂન્ય છે.
25 કેસમાંથી 75 ટકા કેસો નામંજૂર અથવા તો પુનઃ વિચારણા માટે મોકલાય છે. SDM કચેરી પુનઃ વિચારણા માટેના કેસોમાં સુધારો થવાની શક્યતા ના હોય તો રિપોર્ટ કરીને મોકલી આપે છે. જેને માન્ય રાખી કલેકટર પોતાનો હુકમ આપતા હોય છે. કલેકટર કચેરીના સૂત્રો કહ્યું કે, મોટાભાગના કેસોમાં SDMના હુકમ માન્ય જ રખાય છે. મકાનના વિવાદના કેસ કોર્ટમાં ચાલતા હોઇ SDM કે કલેકટર કચેરીની સુનાવણીમાં તેનો સમાવેશ કરાતો નથી.
SDMના હુકમથી નારાજ થયેલા પક્ષકારો 60 દિવસમાં કલેકટર કચેરી હેઠળ એપલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરવાની રહે છે. જેના આધારે જિલ્લા કલેકટર કચેરીમાં સિનિયર સિટીઝનના કેસોની સપ્તાહમાં બે વાર સુનાવણી ચાલે છે. જેમાં તમામ પક્ષકારોને સાંભળવામાં આવે છે. ત્યારબાદ હુકમ પણ કરાય છે. વર્ષ 202માં કુલ 25 અરજીમાંથી પ્રાંત પૂર્વની એક અને પ્રાંત પિૃમની બે મળી કુલ 3 કેસમાં પુનઃ તપાસ સોંપાઇ હોવાથી હાલ કોઇ હુકમ કરાયો નથી. જ્યારે ચાલુ વર્ષે અપીલમાં આવેલા આઠ કેસમાં સુનાવણી ચાલી રહી છે.
બાપુનગર ખાતે રહેતા વૃધ્ધ કપલે તેમને મળતી પેન્શનની 10 હજાર રકમમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટર કચેરી સમક્ષ એપલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. કલેકટર સમક્ષ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં તમામ પક્ષકારોને સાંભળ્યા પછી SDMના હુકમને માન્ય રાખી વૃધ્ધની 10 હજાર કરતા વધારે પેન્શનની અરજી નામંજૂર કરાઇ હતી.