ગુજરાતમાં મૂશળધાર વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, એસ. ટી. બસનાં રૂટ કેન્સલ, ટ્રેન ધીમી ચાલે છે તો ફ્લાઈટનાં સમયમાં પણ ફેરફાર….

Spread the love

ગુજરાતમાં મૂશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. ગુજરાતમાં 1 નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

ગુજરાત રાજ્યનું અને તેમાં પણ અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.

ગુજરાત રાજ્યમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ગુજરાતમાં માહોલમાં છે. તેવામાં રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદ વરસવાને કારણે બસ-ટ્રેનના વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે ફ્લાઇટને પણ તેની અસર થઈ છે. કારણ કે, વરસાદને લીધે ખૂબ જ ઘટી જતી હોય છે. આથી એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લીયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યાં હતાં. ગઈકાલે સપ્તાહનો પ્રથમ દિવસ હતો ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટની અવરજવર પણ વધુ રહી હતી. સામાન્ય દિવસોમાં 260થી 270 જેટલી ફ્લાઈટની થતી હોય છે. ત્યારે આજે પણ આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટની અવરજવરને વાતાવરણની અસર થઈ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.