તાજેતરમાં થયેલા એક રિસર્ચના અનુસાર, Y ક્રોમોસોમના લુપ્ત થવાની વાત સામે આવી છે. જેમ કે તમને ખબર છે કે Y ક્રોમોસોમ પુરુષના જેન્ડરને નિર્ધારિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ રિસર્ચ ઘણું ડરામણું છે. કેમ કે જો આ રિસર્ચનું માનીએ તો ભવિષ્યમાં છોકરીઓ વધારે જન્મ લેશે. કેમ કે Y ક્રોમોસોમ લુપ્ત થવાની આરે પહોંચી ગયું છે.
ક્રોમોસોમ Y કેવી રીતે કામ કરે છે તે અહીં વિસ્તારથી સમજીશું. સાથે જાણીશું તે લુપ્ત થવાની કગાર પર કેવી રીતે પહોંચી ગયું. મોટાભાગના મેમલ્સ એટલે કે જે પોતાના બાળકોને દૂધ પીવડાવે છે. તેમાં મહિલાઓ અથવા માદા જાનવરમાં 2 X ક્રોમોસોમ હોય છે. જ્યારે નર એટલે કે પુરુષમાં એક X અને એક Y ક્રોમોસોમ હોય છે. જ્યારે એગ અને સ્પર્મમાં ફ્યુઝન હોય છે. પછી SRY જીન હોય છે. ત્યારે ભ્રૂણ પુરુષ થાય છે.
પ્રેગ્નન્સીના લગભગ 12 અઠવાડિયા પછી SRY જીન એક્ટિવ થાય છે. તેને જોઈને જાણી શકાય છે કે ભ્રૂણમાં ઉછરી રહેલ બાળક મેલ છે કે ફિમેલ. પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુશ કરે છે તે બાળક પુરુષના રૂપમાં જન્મ લે છે.
SRY જીનની શોધ 1990માં થઈ હતી અને જાણવા મળ્યું હતું કે, તે SOX9 એક્ટિવ કરે છએ. જે કોઈપણ મેમ્લસમાં મેલ જેન્ડરના વિકાસને ટ્રિગર કરે છે. એટલે કે આ જીન છે તે ગર્ભમાં ઉછરી રહેલ બાળક પુરુષ છે. Y ક્રોમોસોમ કેમ ગાયબ થઈ રહ્યો છે? મનુષ્ય અને પ્લેટિપસના અલગ થયા પછી 166 મિલિયન વર્ષોમાં Y ક્રોમોસોમે એક્ટિવ જીનની એક મહત્વપૂર્ણ સંખ્યા શોધી દીધી છે જે 900થી ઘટીને માત્ર 55 થઈ ગઈ છે. જો આવું જ થતું રહેશે તો આવનાપ વર્ષોમાં Y ક્રોમોસોમ આગામી 11 મિલિયન વર્ષોમાં સંપૂર્ણ રીતે ગાયબ થઈ શકે છે. X ક્રોમોસોમમાં ઘણા કાર્યવાળા લગભગ 900 જીન હોય છે જ્યારે વાયમાં લગભગ 55 જીન હોય છે જેમાંથી માત્ર 27 પુરુષ વિશિષ્ટ હોય છે.
જેનેટિક્સના નિષ્ણાત પ્રોફેસર જેની ગ્રેવ્સ જણાવે છે કે, વાય ક્રોમોસોમનો આકાર ઘટી જવો એ કોઈ નવી ઘટના નથી. તે જણાવે છે કે, પ્લેટિપસમાં XY ક્રોમોસોમ જોડી સમાન સભ્યોવાળા સામાન્ય ક્રોમોસોમની જેમ દેખાય છે. ગ્રેવ્સે કહ્યું કે, તેનાથી ખબર પડે છે કે સ્તનધારી X અને Y લાંબા સમય પહેલા ક્રોમોસોમની એક સામાન્ય જોડી હતી. બે ઉંદરોના વંશમાં – પૂર્વીય યુરોપના છછુંદર અને જાપાનના સ્પાઈની ઉંદરો – Y ક્રોમોસોમ પહેલેથી જ ખોવાઈ ગયા હતા. આ જાતિઓમાં, નર અને માદા બંને X ક્રોમોસોમ જાળવી રાખે છે, પરંતુ Y ક્રોમોસોમ અને SRY જીન ગાયબ થઈ ગયા છે.