અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કંટ્રોલરૂમ બનાવાશે :વરસાદમાં મૃત્યુ પામેલા મૃતકોને શક્તિસિંહે શ્રદ્ધાંજલી અર્પી : કોંગ્રેસના કાર્યકરો સરકારનાં ખભે ખભો મિલાવીને કામ કરવા તૈયાર
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તાર ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને પ્રભાવિત થયા છે ત્યારે આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી.રાજ્યમાં પુર અને ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.રાજ્યના અનેક વિસ્તારો પુર અને ભારે વરસાદ વચ્ચે સરકાર NDRF ની વધારે ટીમો બોલાવવામાં આવે.સુરેન્દ્રનગર રાજકોટ દક્ષિણ ગુજરાત ,મધ્ય ગુજરાત, સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ છે.રાજ્યના અનેક લોકો બેઘર બન્યા છે.પુર પ્રભાવિત વિસ્તારોમાં અનેક લોકોની ભાડ હજુ મળી નથી. કોંગ્રેસના કાર્યકરો સરકારનાં ખભે ખભો મિલાવીને કામ કરવા તૈયાર રહેશે.ભાજપ સરકારમાં કેશ ડોલ્સ રોકડ સહાય આપવામાં આવતી નથી.રાજ્યના ખેડૂતો આજે બેહાલ બન્યા છે.ખેડૂતોના ઉભા ખેતરો ધોવાઈ ગયા છે.કોંગ્રેસના શાસન માં આપવા આવતી સહાય ની પદ્ધતિ થી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.વરસાદમાં મૃત્યુ પામેલા લોકોને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી.આજના દિવસે પણ જામનગર વડોદરા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ લોકો બીજા માળ સુધી રહેવા મજબૂર બન્યા છે.ત્યાં લોકોને પીવાનું શુદ્ધ પાણી અને વીજળી જેવી સુવિધાઓ પણ મળી રહી નથી.જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ ત્યાં પહોંચી શકતી નથી.કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના ઘરમાં પાણી હોવા છતાં અન્ય લોકોને મદદ કરવા માટે બહાર નીકળી રહ્યા છે .કોંગ્રેસના તમામ જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓને રાહત બચાવ કામગીરીમાં લાગવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કંટ્રોલરૂમ બનાવવામાં આવશે.તમામ જિલ્લા અને તાલુકાના લોકોને કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેનો તાગ મેળવી કોંગ્રેસ મદદ કરશે.જે જગ્યા ઉપર લોકો ફસાવેલા છે ત્યાં કોંગ્રેસના જિલ્લા તાલુકાના પ્રમુખો પહોંચી રહ્યા છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અતિવૃષ્ટિ અસરગ્રસ્તો માટે કંટ્રોલરૂમ સંપર્ક નંબર 9773487305 છે.