વડોદરામાં સર્જાયેલ પુરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે. પહેલા તો વડોદરાના પદાધિકારીઓ જ્યારે વડોદરા વાસીઓને જરુર હોય ત્યારે મદદે આવતા નથી અને પુરના પાણી ઓસર્યા બાદ દેખાડો કરવા માટે પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે. ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમ છતા તંત્ર સુધરવાનું નામ નથી લેતું.
વડોદરા મહાનગરપાલિકાએ લોકોને ઉંધા ચશ્મા પહેરાવ્યા છે મોટી મોટી વાતો કર્યા બાદ માત્ર આ વાતો લોકોને ઉલ્લુ બનાવવાની હોય તેવું લાગી રહ્યું છે.
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું કહ્યુ હતુ. અને વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને આ બેઠકમાં સૂચના આપી હતી.તેમજ વડોદરામાં સફાઇ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે. જરૂરત મુજબના સાધનો એકત્ર કરી સફાઇ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરામાં સાફ-સફાઈ માટે અમદાવાદની ટીમના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ વડોદરાના જ સોલંકી સમાજના યુવાનોને નોકરીની લાલચ આપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામે લગાવી દેવામાં આવ્યા છે જ્યારે આ યુવાનોને માલુમ પડ્યો તે કોર્પોરેશન તેઓને પણ હથેળીમાં ચાંદ બતાવી રહ્યું છે ત્યારે તેઓએ પણ કામકાજ અટકાવી દીધું હતું.
અહીં આવેલા એક સફાઈ સેવકે જણાવ્યું હતુ કે, અમે અમારી નોકરીઓ છોડીને અહીં આવ્યા છીએ અમને આશા હતી કે, અમને કોર્પોરેશનમાં નોકરી મળશે પરંતુ અમને કહેવામા આવી રહ્યુ છે કે, તેમે કામ પર લાગી જાવ પછી જવાત કરીશું. અમે બધા વડોદરાના સોલંકી સમાજના જ છીએ. જ્યારે આ અંગે યુવાનોને ખબર પડી કે તેમને છેતરાવવામા આવી રહ્યા છે તો તેઓ કામ કરવાનું બંધ કરીને અહીંથી ભાગી ગયા હતા.
આ યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટ પાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માગી રહ્યાં છે કે, વડોદરામાં સફાઇ કામગીરી માટે અમદાવાદથી ટીમ આવી છે. પરંતુ આ યુવાનોને પાલિકામાં નોકરી અપાવવાની ખાતરી આપી લાવવામાં આવ્યાં છે અને વડોદરાના યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દઇ ચોપડે વધારે પૈસા લખી આ યુવાનોને થોડા ઘણા આપીને છેતરાઈ મુકવાના હતા પરંતુ પાલિકાની પોલ હવે ખુલી ગઈ છે. આ સેવકોને પાલિકાની આ નિતીની ખબર પડતા કામ અટકાવી દીધું હતું. હકીકતમાં તો તંત્ર યુવાનોની સાથે સરકારને પણ ઉલ્લું બનાવી રહ્યા છે. સરકાર પાસે વધુ પૈસા વસુલવા માટે તંત્રએ ખેલ રચ્યો પરંતુ હવે આ ખેલ ઉઘાડો પડી ગયો છે. ચોંકાવનારી વાત તો તે છે કે, આવી પરિસ્થિતિમાં પણ વડોદરાનું ભ્રષ્ટાચારી તંત્ર ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી. ત્યારે આ ઘટના પરથી જ સમજી શકાય છે કે, વડોદરા મનપામાં ભ્રષ્ટાચાર કેટલો ખદબદી રહ્યો છે.