અમદાવાદ
એડવીનો હેલ્થ કેર કંપની તરફથી ફરીયાદીના વૃધ્ધ પિતાજીની સાર-સંભાળ માટે મોકલવામાં આવેલા કેરટેકર હિતેશ ચુનારા દ્વારા તેમની બીમારીનો લાભ લઇ તેમનુ બેંક એ.ટી.એમ અને પૈસા ઉપાડવા જરૂરી પીન નંબર ટેકનીકલી મેળવી તેની મદદથી રૂપિયા ૧૫,૯૭,૦૦૦/- ઉપાડી લઇ છેતરપીંડી કરેલ હોય અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યો હતો.અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા ફરીયાદીએ અત્રે આવી ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૭૨૪૦૧૧૦/૨૪ ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૬(૨), ૩૧૮(૨) તથા ધી આઇ.ટી.એક્ટ કલમ-૬૬(સી) મુજબ થી ફરીયાદ આપેલ જેમા એડવીનો હેલ્થ કેર કંપની, વસ્ત્રાપુર, અમદાવાદ શહેર તરફથી ફરીયાદીના વૃધ્ધ પિતાજીની સાર-સંભાળ માટે મોકલવામાં આવેલા કેરટેકરો પૈકી હિતેશ યુનારા નામના કેરટેકરે ફરીયાદીના બિમાર પિતાજીની વૃધ્ધાવસ્થાનો લાભ લઇ, તેમનો વિશ્વાસ કેળવી કોઇ પણ રીતે તેમનુ બેંક એ.ટી.એમ.(ડેબીટ કાર્ડ) તથા એ.ટી.એમ મારફતે પૈસા ઉપાડવા જરૂરી પીન નંબર ટેકનીકલી મેળવી લઇ. ફરીયાદીના પિતાજીના નામના બેંક ખાતામાંથી તા.૦૨/૦૮/૨૦૨૩ થી તા.૦૭/૦૮/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાનમાં કુલ્લે રૂ.15,97,000/- મેળવી લઇ ગુનો કરેલ હોવાની ફરીયાદ આપતા ઉપરોકત ગુનો દાખલ થયેલ છે.જેથી અત્રે દાખલ થયેલ ફરીયાદ માં આરોપી બાબતે મળેલ ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરતા આ ગુનો કરનાર આરોપી હિતેશ સ/ઓ કનુભાઇ ચતુરભાઇ ચુનારા નાઓ મળી આવતા તેને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ