વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વલ્ર્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૪ને સંબોધિત કયુ. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકના સંદર્ભમાં ભારતની વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે.ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, એક સમય હતો જ્યારે લોકો અમારી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા.
હવે લોકો ભારતમાં આવે છે અને આપણી ફિનટેક વિવિધતા જોઈને પણ આશ્ચર્ય થાય છે! એરપોર્ટ પર, સ્ટ્રીટ ફડથી લઈને શોપિંગ સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાય છે.
મુંબઈમાં કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પહેલા સંસદમાં લોકો પૂછતા હતા કે દેશમાં પૂરતી બેંક શાખાઓ નથી, ગામડાઓમાં બેંકો ઉપલબ્ધ નથી, ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ નથી. ફિનટેક ક્રાંતિ કેવી રીતે આવશે?.હવે બ્રોડબેન્ડ યુઝર્સ દાયકામાં ૬૦ મિલિયનથી વધીને ૯૪૦ મિલિયન થઈ ગયા છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની ફિનટેક ક્રાંતિ નાણાકીય સમાવેશને સુધારી રહી છે તેમજ નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લા દસ વર્ષમાં ફિનટેક સ્પેસમાં ૩૧ અબજથી વધુ રોકાણ થયુ છે. તે દરમિયાન આપણા ફિનટેક સ્ટાર્ટઅપમાં ૫૦૦ ટકા ગ્રોથ જોવા મળ્યો છે. સસ્તામાં મોબાઈલ ફોન, સસ્તો ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેન્ક ખાતાઓએ ભારતમાં કમાલ કર્યેા છે.એક સમય હતો, યારે લોકો ભારત આવતા હતા, ત્યારે આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈ દગં રહી જતા હતા, પરંતુ હવે તેમને આપણી ફિનટેક વિવિધતાઓ પણ આશ્ચર્યચકિત કરી રહી છે.
વડાપ્રધાને કહ્યુ કે, તમને યાદ હશે કે, અમુક લોકો સંસદ ગૃહમાં ઉભા થઈને સવાલો પુછતા હતા, પોતાને વિદ્રાન માનનારા લોકો પણ પ્રશ્નો કરી રહ્યા હતા. વાસ્તવમાં જયારે સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઉભા હતા. તેઓ પુછતા હતા કે, ભારતમાં બેન્કોની બ્રાન્ચ નથી, ગામડે-ગામડે બેન્ક નથી, ઈન્ટરનેટ નથી, વીજળી પણ નથી તો રિચાજિગ કેવી રીતે થશે