વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવશે, ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે

Spread the love

ડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવશે. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ હોઇ તેઓ ગુજરાત ખાતે થનાર કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં તેઓ ભાગ લેશે. તારીખ 16 સપ્ટેમ્બરના જ તેઓ અમદાવાદ આવી જશે તેવી માહિતી મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લીધા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે.ઉપરાંત આ સાથે પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી છે.

વડાપ્રધાન મોદી જન્મદિવસ પહેલા એટલે કે16 મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે, જે બાદ 17 ના રોજ તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગર ખાતે ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેવાન શક્યતા જોવા મળી રહી છે. ઉપરાંત જન્મદિવસને લઇ અન્ય કાર્યક્રમો થવાની પણ વાતો ચર્ચાઇ રહી છે.

મળતી માહિતી અનુસાર જન્મદિવસે અમદાવાદ ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી હતી.

જોકે વડાપ્રધાનના કાર્યક્રમમાં બીજા કેટલાક અન્ય કાર્યક્રમો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે તેવ વધુમાં સૂત્રોએ જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com