બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ ની રાધિકા ગૌશાળા મા ગત તારીખ 29 ઓગષ્ટે 40 થી 45 પશુઓના મૃત્યું થયા હતાં જે મામલે તંત્ર દ્વારા મૃતક પશુઓના પીએમ કરાવેલ જે પીએમ રીપોર્ટ આવતા ઢસા ગામના જીવદયા પ્રેમીએ આશ્રમના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂૂ ભાષકરાનંદ બાપુ વિરૂૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા બોટાદ પોલીસે આશ્રમના મહંતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગત તારીખ 29 ઓગષ્ટ 24ના રોજ બોટાદના સાલૈયા ગામ પાસે ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામા 40થી 45 પશુઓના શંકાસ્પદ મોત થતાં હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
આ ગૌશાળામાં 500થી 600 પશુઓ રાખવામાં આવે છે અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહિ આપી એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવાના કારણે 40થી 45 પશુઓના મૃત્યું થયા હોવાનાં જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા. જેથી મૃતક તમામ પશુઓને તંત્ર દ્વારા પીએમ માટે ખસેડેલ અને પીએમ રીપોર્ટ આવતા ગઢડા તાલુકાના ઢસા ગામના જીવદયા પ્રેમી શૈલેન્દ્રસિહ નટવરસિંહ ઝાલાએ આશ્રમના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂૂ ભાષકરાનંદ બાપુ વિરૂૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
તંત્ર દ્વારા રાધિકા ગૌશાળામાં રહેલા પશુઓને મુક્ત કરીને અન્ય પાંજરાપોળમાં ખસેડાયા હતા.સાલૈયા ભુતડા દાદાના ડુંગર પર બાપુ સેવા આશ્રમ ના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂૂ ભાષકરાનંદ બાપુએ ગૌશાળામા એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક પશુઓને બાંધી રાખીને તેમજ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન કરી જેના કારણે 40થી 45 પશુઓના મૃત્યું નિપજ્યા હતા. જે પીએમ રીપોર્ટને લઈને બોટાદ પોલીસે આશ્રમના મહંત વિરૂૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બોટાદ પોલીસે આશ્રમના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂૂ ભાષકરાનંદ બાપુની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ જે કોઈ દોષિત અને જવાબદારો હશે તેમજ તપાસમાં વધુ નામ ખુલશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ ડિવાયેસપીએ જણાવ્યું હતું.