શક્તિપીઠ અંબાજી મંદિર માં આજે અંબાજી મંદિર માં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાનભેટ માં રૂપિયા ને સોનાચાંદી ભંડાર માં નાખતા હોય છે તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિર નું ભંડાર ખોલતા ચૂંદડી માં બાંધેલી સોના ની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિર ને ભેટ માં ચઢાવવામાં આવી હતી તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટ ના હિસાબી અધિકારી ને હાથ લાગી હતી જોકે જે શ્રદ્ધાળુ એ ભંડાર માં આ લગડી નાખી છે તેને પોતાનું કોઈજ નામ સરનામું મુકવામાં આવેલ નથી ને દાતા એ ગુપ્ત દાન રૂપે આ સોનુ મંદિર માં ચડાવ્યું હતું અંબાજી મંદિર માં આજ મંગળવારે ભંડાર ગણાતા આ સોનુ જે 100 ગ્રામ વાળી સોના ની 10 લગડીઓ જે એક કિલો વજન ની થાય છે જે અંદાજે કિંમત 70 થી 75 લાખ ની થવા જાય છે તે મંદિર ટ્રસ્ટ એ આ સોનુ મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમ માં મુકવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટ ના અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા દાતાઓ અવિરત પણે મંદિર ને દાન આપી ભંડાર છલકાવતાં હોય છે કૌશિક મોદી અંબાજી એ જણાવ્યુ હતુ.જોકે આજે સોના ની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખ ને પાર પહોંચી હતી જે મંદિર માં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓ એ દાન નો ધોધ વહેવડાવ્યો હતો