રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું હતું
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10થી 12 દિવસની અંદર બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજ તોડી નવો બનાવવા માટે ચોથી વાર બહાર પાડેલ ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું.રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું હતું. અગાઉ પહેલી અને બીજી વાર કોઇ એ રસ દાખવ્યો ન હતો. ત્રીજી વાર સિંગલ બિડર આવ્યા હોવાથી ચોથી વાર ટેન્ડર બહાર પડાયું હતું. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ક્યારે તોડી પાડવામાં આવશે તેની તારીખ જાહેર કરવાની માગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપ્યો હતો કે, આગામી 4-5 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજને તોડવામાં આવનાર જ છે. હાલમાં બ્રિજની પોલીસ તપાસ ચાલી રહી છે.અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજમાં હલકી ગુણવત્તાના કારણે પાંચથી છ વખત ગાબડાં પડ્યાં હતાં.બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના બ્રિજના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય બે સ્પાન, 8 પિલરમાં હલકી ગુણવત્તાનું બાંધકામ જણાઈ આવ્યું હતું.