મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ

Spread the love

ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ,2026 સુધી સુરતથી બીલીમોરા પ્રથમ ફેઝનું લોકાર્પણ કરાય તેવી શક્યતા

અમદાવાદ

નવસારી જિલ્લામાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી બુલેટ ગતિએ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાના બીલીમોરા શહેરને અડીને આવેલા કેસલી પાસે રેલ્વે સ્ટેશન બની રહ્યું છે. બુલેટ ટ્રેન અંતર્ગત 322 km લાંબો ટ્રેક પીલરનું કામ પૂર્ણ થયું.ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ 25 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું હતું.રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટની બે વખત મુલાકાત લીધી ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સમય પસાર કરી તેમની સાથે વાતચીત કરી હતી સાથે જ ગર્ડર ફીટ કરવાની લેટેસ્ટ ટેકનોલોજી અંગે પણ તેમણે માહિતી મેળવી હતી. 2026 સુધી સુરતથી બીલીમોરા પ્રથમ ફેઝનું લોકાર્પણ કરવામાં આવશે.

પુલની મુખ્ય વિશેષતાઓ

• લંબાઈ: 120 મીટર

• 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે

• થાંભલાઓની ઊંચાઈ – 13 મીટરથી 21 મીટર

• તેમાં 4 મીટર વ્યાસનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ (03) ગોળાકાર થાંભલા છે.

• આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.

• આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકાના ટેકરીઓમાં ઉદ્દભવે છે.

• કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 04 કિ.મી. ના અંતરે છે

• નદીના અન્ય પુલોનું બાંધકામ, પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગાનિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (નવસારી જિલ્લો) વડોદરા જિલ્લો, કોલક (વલસાડ જિલ્લો) અને વાત્રક નદી (ખેડા જિલ્લો).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com