રાજયમાં ઘણીવાર કેદીયોને અનેક સગવડોથી લઈને મોબાઈલો જેલમાં થી પકડાયા હોવાના અનેક કિસ્સાઓ છે, ત્યારે જેલમાં તમામ સુવિધાઓ, સારી બેરેક, થી લઈને અનેક સગવડો જેલમાં કર્મચારીઓ કરી આપતા હોય છે, ત્યારે નાના કર્મીઓ ઉપર તો ફરિયાદ થતિ જ હોય છે, પણ હવે જેલર ઉપર ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી છે. ત્યારે ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOc હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13 માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOc હેઠળ દિન 7 ના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જેલરની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મીની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.