પૂર્વ વડાપ્રધાનશ્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મહેસાણા ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડુતોની આવક બમણી થાય તે દિશામાં રાજય સરકારે કામ કર્યું છે. સાત પગલાં ખેડુત કલ્યાણની યોજના થકી રાજ્યના ખેડુતોને સીધો ફાયદો થયો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ વાજપેયીને સમર્પિત દિવસ છે.વાજપેયીજી તેમની રાષ્ટ્રભક્તિ અને વાકછટાથી આજે પણ લોકોમાં પ્રિય છે. વાજપેઈજી એ યુનોમાં વિપક્ષના નેતા તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું હતું તેમ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખેડુત અને ગામડુ સુખી તો રાષ્ટ્ર સુખી,દેશના વિકાસની નીમ ખેડુત અને ગામડાના પર રહેલી છે.રાજ્ય સરકારે ગામડાઓને તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓથી સજ્જ કરી છે. દેશના પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન આત્મ ગામડોનો સુવિધા શહેરની આજે સાકાર થઇ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભુતકાળમાં ગામડાઓ વિકાસની ઝંખના પુરી થઇ રહી છે.આજે સરકારે ખેતી,પશુપાલન અને મુલ્યવર્ધીત ખેતી થકી રાજ્યનો ખેડુત સમૃધ્ધ અને આવક બમણી થઇ રહી છે.વાજપેયીના જન્મદિવસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા રાજ્યના ખેડુતોના ખાતામાં રૂ.૨૦૦૦ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અન્વયે જમા કરી ખેડુતોનું સન્માન કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભારતનું ગૌરવ એવા સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જગતના તાતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા રાજ્યનો કૃષિ વિભાગ સતત કાર્યરત રહ્યો છે .તેમણે ઉમેર્યું હતું કે લોકાભિમુખ વહીવટ થકી આજે કૃષિ વિકાસનું ભગીરથ કાર્ય રાજયમાં થયું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતોને સમૃધ્ધ બનાવાની દિશામાં રાજયનુ કૃષિક્ષેત્રે આધુનિક પધ્ધતિ અપનાવીને આગળ વધી રહ્યું છે. ખેડૂતો વિજ્ઞાનની સાથે સાથે નવા સંશોધનો અપનાવીને આધુનિક ખેતી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ.
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાત પગલાં ખેડુત કલ્યાણના અને ગરીબલક્ષી યોજનાઓના લાભાર્થીઓને કીટ સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવી હતી.આ ઉપરાંત બેટી બચાઓ-બેટી પઢાઓ જનજાગૃતિ રથનું પ્રસ્થાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યું હતું.આ રથ ૨૫ ડિસેમ્બરથી ૨૬ જાન્યુઆરી સુધી ૨૧૦ ગામામાં પરીભ્રમણ કરી જન જાગૃતિનું કામ કરશે. આ રથમાં વિવિધ ૧૦ વિભાગોની યોજનાઓને આવરી લેવાઇ છે.
કિસાન કલ્યાણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ,અગ્રણી જશુભાઇ પટેલ,નટુજી ઠાકોર સહિત ખેડુત અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા