રાજયમાં રોટી, કપડાં, ઔર મકાન, ત્યારે રોટી, કપડાં મળી જાય પણ મકાન પોતાનું ઘરનું ઘર હોય તે દરેક નાગરિકનું સપનું હોય છે, ત્યારે દેશના 6 શહેરોમાં રંગીલા રાજકોટની પસંદગી પામી છે. કેન્દ્ર સરકાર ધ્વારા અગાઉ કરેલી મહત્વપૂર્ણ જાહેરાતનો ફાયદો હવે રાજકોટને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરનો સમાવેશ થઈ ગયો છે. જેથી રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં 2 BHKનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.
રાજકોટના રેયા સ્માર્ટ સિટીના ટી પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 31 કરોડ રૂપિયાના જુદા જુ દા કામોનું મુખ્યમંત્રી 31 ડિસેમ્બરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ વિભાગે ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેજ લાઇટ હાઉસ પ્રોજેકટ માટે સમગ્ર દેશમાંથી 6 શહેરોની પસંદગી કરી છે તેમાંથી ગુજરાતનું રાજકોટ શહેર છે. રાજકોટ મનપાને કેન્દ્ર સરકાર પ્રતિ આવાસ રૂ.1.50 લાખ અને રાજ્ય સરકારે પ્રતિ આવાસ 1.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગ માટે 4 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે.