ગણતરીના દિવસોમા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નોકર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડતી એલ.સી.બી ઝોન-૧

Spread the love

આરોપી જીતેન્દ્ર નાથુલાલ મીણા , દિનેશ પ્રભુલાલ મીણા

અમદાવાદ

ગઇ તા.૦૨/૦૯/૨૦૨૪ ના રોજ વસ્ત્રાપુર, સમર્પણ બંગ્લોઝની સામે આવેલ દેવદીપ ટાવરના મ.નં. ૧૧ મા ઘરઘાટી તરીકે કામ કરતા સોનુ મીણા નામના ઇસમે ચોરી કરેલ હોવાની ફરીયાદ પુનીતભાઇ ભરતભાઇ મદાન (પંજાબી)એ ફરીયાદ આપતા આપના પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૪૦૩૯૬/૨૪ ધી બી.એન.એસ. કલમ ૩૦૬ મુજબનો ગુનો દાખલ થવા પામેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનામા સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧  નિરજકુમાર બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ હિમાંશુ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ.એચ.એચ.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના કર્મચારીઓની ટીમ બનાવી હ્યુમન અને ટેક્નીકલ સોર્સીસની મદદથી ગુનો આચરના ઇસમોને શોધવા કાર્યરત હતા તે દરમિયાન સ્ટાફના આસી.સબ.ઇન્સ. અજયકુમાર કનુજી તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસિંહ શીવાભાઇને હકીકત મળવા પામેલ કે ચોરી કરનાર સોનું મીણાનુ સાચું નામ જીતેન્દ્ર મીણા છે જે ચાંસદા, ઉદયપુર રાજસ્થાન ખાતે રહે છે” જેથી ચાંસદા ખાતે તપાસ કરતા ચોરી કરનાર ઇસમો

(૧) જીતેન્દ્ર નાથુલાલ મીણા (૨) દિનેશ પ્રભુલાલ મીણાને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ નોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી.

પકડાયેલ ઇસમનુ નામ સરનામું

(૧) જીતેન્દ્ર સ/ઓ નાથુલાલ લાલુરામ મીણા ઉં.વ.૧૯ ધંધો-ઘરઘાટી રહેવાસી- ગામ- ચાંસદા તા-કુરાબડ જી-ઉદયપુર રાજસ્થાન

(૨) દિનેશ સ/ઓ પ્રભુલાલ ધનજીભાઇ કીર ઉં.વ.૨૧ ધંધો-રસોઇ રહેવાસી- ગામ- કરેલી તહેસીલ- સરાડા જી-સલુંબર રાજસ્થાન

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

– સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ તથા મોબાઇલ તથા એક્ટીવા મો.સા. તેમજ પાસપોર્ટ નંગ-૦૩ તથા કાંડા ઘડીયાળ મળી કુલ્લે રૂ.૭,૬૪,૯૧૩ ની મતાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.

ડિટેક્ટ કરવામાં આવેલ ગુન્હાની વિગત

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૧૦૨૦૨૪૦૩૯૬/૨૪ ધી બી.એન.એસ. કલમ ૩૦૬ મુજબનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે.

ગુન્હાની એમ.ઓ.

આ કામે નહીં પકડયેલ આરોપી પ્રકાશ કીર રહે રાજસ્થાનનો અગાઉ ફરીયાદીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને તેણે પોતાના આધાર કાર્ડ અને મોબાઇલ નંબરની વિગતો ફરીયાદીને જણાવેલ હતી જેથી આ પ્રકાશ કીરના કહેવાથી અગાઉથી જ ગુનાહીત કાવતરૂ રચી આ કામે પકડાયેલ ઇસમ જીતેન્દ્ર મીણાને ફરીયાદીને રાહદારીના મોબાઇલથી ફોન કરી ઘરઘાટી તરીકે નોકરીએ રહેલ અને પોતાનું નામ સોનુ મીણા જણાવેલ અને થોડા દિવસ કામ કર્યા બાદ રાતના સમયે ઘરમાંથી ચોરી કરી નાસી જવાની એમ.ઓ. ધરાવે છે.

જાહેર જનતા જોગ સુચના:

જ્યારે પણ કામ માટે ઘરઘાટી કે રામલો રાખો ત્યારે તેઓના જરૂરી આધાર પુરાવા મેળવી આધાર પુરાવાની ખરાઇ કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી જોઇએ જેથી આ પ્રકારના ગુન્હા બનતા અટકાવી શકાય.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ વિગત

આ કામગીરીમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ હિમાંશુ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન- ૧, પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા સાહેબ તથા મ.સ.ઇ. જીવણભાઇ મેઘજીભાઇ તથા મ.સ.ઇ. અજયકુમાર કનુજી તથા અ.હે.કો. ચંદ્રસિંહ ખેતુભા તથા અ.હે.કો. અરવિંદભાઇ ડાહ્યાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રજીતસિંહ હઠ્ઠીસિંહ તથા અ.પો.કો. મોહમ્મદરફીક સિકંદરમિયા તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસિંહ શીવાભાઇ તથા અ.પો.કો. કુલદીપ રમેશભાઇ તથા અ.પો.કો. ગંગારામ રૂપસીભાઇ તથા અ.પો.કો. કમલેશ અમરશીભાઇ વિગેરે એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com