દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 16 લોકોને ઝડપી 1500 રૂપિયા દંડ વસૂલ કરાયો
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કડક નિયમો છતાં રોડ ઉપર પબ્લિક પાન મસાલા ખાઈને થુંકીને રોડ રસ્તા ખરાબ કરી રહી છે અને રોગનું એક દૂષણ ઊભું કરી રહી છે.અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દ્વારા અથાગ પ્રયત્નો કરે છે.શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે અંતર્ગત ટ્રાફીક જંક્શનો અને બી.આર.ટી.એસ. કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડીવાઈડરોને કરોડો રૂપીયાનાં ખર્ચે સેંકડો મજુરો – સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે પરંતુ ટુંકા ગાળામાં જ આ કોરીડોર પર નાગરીકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશની 2 જી ફેબ્રુઆરી 2024 નાં રોજથી શરૂઆત કરવામાં આવેલ છે.
જેની 07 સપ્ટેમ્બર 2024 નાં રોજની આજે 219 માં દિવસની ઝુંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,
(1) પૂર્વ ઝોનમાં સારંગપુર રોડ, ગોમતીપુર, મેટ્રો રોડ, અમરાઇવાડી, સી ટી એમ રોડ, ભાઇપુરા, સોની ની ચાલી,વિરાટનગર, ઇન્દોર હાઈવે રોડ,ઓઢવ, આદિનાથ રૉડ, વસ્ત્રાલ, આરટીઓ રોડ, રામોલ, ખોડિયાર મંદિર સર્કલ,નિકોલ
(2) ઉત્તર ઝોનમાં ચામુંડા બ્રિજ પાસે, ખોડિયારનગર રોડ, પીઠબજાર રોડ.
(3) દક્ષિણ ઝોનમાં ગોરધનવાડી રોડ, ખોડીયાર નગર BRIS શાહેઆલમ, રામરાજ્ય નગર, જોગશ પાર્ક સ્મૃતિ મંદિર, તેલવાળો ખાંચો, પીપળજ રોડ, ખોખરા સર્કલ.
(4) મધ્ય ઝોનમાં એસ.ટી. રોડ, રોડ, સંતોષી સર્કલ, જુગલદાસની ચાલી, ઘી કાંટ, શાહપુર ચાર રસ્તા રીલીફા રોડ, સારગપુર સર્કલ, મોહન સિનેમાં રોડ, દધીચિ સર્કલ શાહપુર, સફલ ૬ પાસે ગુરુદ્વારા, સારગપુર સર્કલ, મોહન સિનેમાં રોડ
(5) ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડ.
(6) દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મકતમપુરા – ટી.પી.૮૫ રોડ,જુહાપુરા રોડ, વેજલપુર – ગૌરવ પંથ રોડ,જેવી જગ્યાઓ પર આજ રોજ 07 સપ્ટેમ્બર 2024 નાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન- મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 54 ઇસમો પાસેથી રૂપીયા 5250/-નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.