રિવરફ્રન્ટ પર આવતીકાલે સામા પાચમ નિમિત્તે બહેનો માટે વ્યવસ્થા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઋષિ પંચમીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવરફ્રન્ટ પર બહેનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.આવતીકાલે ઋસી પંચમી નીમીતે રીવરફ્ન્ટમાં સપ્તરુષી સ્મશાન પાછળ સરદાર પુલ પુરવબાજુ , નારણઘાટ પુરવબાજુ ( સામા પાંચમ ) સવાર થી સાંજ સુધી હજારો બહેનો સ્નાન કરવા આવેછે. એએમસી દ્વારાા ત્યાં દર વર્ષની જેમ બધી જ સગવડો નહાવા સતત પાણી ની સગવડ કપડા બદલવા ,પીવાના પાણી ની સગવડ કરવામાં આવી છે.
ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ને દિવસે ઉજવવામાં આવતુ એક વ્રત છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈ, ફળાહાર કરી ને નદીએ જઈ સ્નાન કરીને હિંદુ ધર્મના સપ્તર્ષિ (સાત ઋષિઓ) કશ્યપ,અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પૂજા કરે છે. તેથી આ વ્રતને ઋષિપાંચમ,ઋષિપંચમી અથવા સામાપાંચમ પણ કહે છે.