રાજયમાં માસ્ક પહેરીને તથા ગ્લોસ પહેરીને ડ્યૂટી નિભાવતા ડોકટરોથી લઈને નર્સો ભલે કોરોનાથી બચી શક્ય, પણ સ્કીન અને વાળ ખરતા જોવા મળી રહ્યા છે. ચામડી લબડી જાય છે, તથા કાળા ડાઘ પણ પડવા લાગ્યા છે. ત્યારે કોરોના યોધ્ધાઓની જેમ કલાકો સુધી ICU અને વોર્ડમાં ગૂંગળાવી નાખતી પીપીઈ કિટ અને એન-૯૫ માસ્કમાં ખડેપગે રહે છે. તેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે, તેમના વાળ ખરી રહ્યા છે. જીવનું રક્ષણ કરતાં ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્સ અને માસ્ક ચામડીના રોગ તેમજ વાળના નબળા સ્વાથ્યનું કારણ બની રહ્યા છે. કલાકો સુધી આ સેટી ગિયર્સ પહેરી રાખવાના કારણે સ્વાચ્યકર્મીઓને રેશિઝ, ફોલ્લીઓ અને સ્કીન પિગમેન્ટેશન જેવી સમસ્યા થઈ રહી છે, તેમ નિષ્ણાતનું કહેવું છે,
બી જે. મેડિકલ કોલેજના ડર્મેટોલજિ અને વેનેરિયલ ડિસીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં બહાર આવ્યું કે, છેલ્લા ૯ મહિનામાં ૧૦માંથી ૭ સ્વાથ્યકર્મીઓને ડર્મેટોલજિકલ સમસ્યા હતી અને તેની સારવાર લેવી પડી હતી.એક ડોકટરે કહ્યું કે, સર્વેમાં 500થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી ૬૬ ટકા સ્વાધ્યકર્મીઓ હતા. ડેટા પરથી સ્પષ્ટ્ર થાય છે કે, લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાના કારણે એકને (ફોલ્લીઓ) થાય છે. અમે આ સ્થિતિ માટે માસ્કનને શબ્દ શોધ્યો છે. સ્વાકર્મીઓમાં સ્કીનના રોગની ગંભીરતા ૮૦ ટકા જેટલી જોવા મળી હતી કારણ કે એન-૯૫ માસ્ક એર સકર્યુલેશન અવરોધે છે. જેના કારણે સ્કીનમાંથી તૈલી દ્રવ્યો અને શ્વાસમાંથી ભેજનો ઉપચય થાય છે. એક ડર્મેટોલજિસ્ટએકહ્યું, લાંબા કલાકો સુધી માસ્ક પહેરી રાખવાના કારણે ઘણાં દર્દીઓમાં બેકટેરિયલ ઈન્ટેકશન વધ્યું છે. સ્કીન રેશિઝ, માસ્કની પટ્ટી હોય તેની આસપાસના ભાગમાં ડર્મેટાઈટિસ, ખંજવાળ આવવી વગેરે જેવી ફરિયાદો સામાન્ય છે. એવામાં યોગ્ય વાતાવરણમાં યોગ્ય પ્રકારનું માસ્ક પહેરવું જરી છે. અન્ય એક ડોકટરે કહ્યું કે, છેલ્લા ૯ મહિનાથી કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોકટરો માટે પીપીઈ કિટ બીજી ચામડી જેવી બની ગઈ છે. અમને આજે પણ યાદ છે કે, શઆતની કિટ રેઈનકોટ જેવી હતી. આ પીપીઈ કિટ ગૂંથ્યા વિનાના પોલિપોલિનમાંથી બનેલી હતી અને તેમાં શ્વાસ લેવો મુશ્કેલ લાગતો હતોડોકટરનું કહેવું છે કે, ફેસ શિલ્ડ અને પ્રોટેકિટવ ગિયર્સ પહેરતા સ્વાથ્યકર્મીઓમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે. સતત દબાણ અને ધર્ષણના કારણે આ સ્થિતિ પેદા થઈ રહી છે. તેમણે કહ્યું, કેટલાક લોકોને સિન્વેટિક મટિરિયલની એલર્જી હોય છે. ખાસ કરીને ગ્લવ્સમાં વપરાતું મટિરિયલ એલર્જી કરે છે અને ચામડીના રોગનું કારણ બને છે. ચામડીની સમસ્યાનો સામનો કરતાં ચોથા ભાગના દર્દીઓ સ્વાચ્યકર્મીઓ છે.