ગાંધીનગરમાં ચાની કીટલીએ સંબંધીઓની રાહ જોઈ રહેલી દેરાણી-જેઠાણીને કારે અડફેટે લેતાં બંનેના મોત

Spread the love

ગાંધીનગર-મહુડી હાઈવે પર ઉનાવા ગામના પાટિયા નજીક માંતેલા સાંઢ માફક ધસી આવેલી મર્સિડીઝ કારના ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. જેમાં પુરપાટ આવતી કારે 3 વાહનો, ચાની કિટલી અને રસ્તા પર ઉભી રહેલી બે મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં બન્ને મહિલાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના સેક્ટર-3 ખાતે રહેતા કંચનબા રાઠોડ અને મનહરબા રાઠોડ ઘરેથી વક્તાપુર ખાતે મરણ પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા.

જ્યાં અન્ય સગા-સબંધીઓ તેમને લેવા આવવા હોવાથી તેઓ ઉનાવા પાટિયા નજીક ચાની કીટલીએ તેમને રાહ જોઈ રહ્યા હતા.

આ દરમિયાન વિજાપુર તરફ જઈ રહેલી મર્સિડીઝ કારના ચાલકે પોતાનું વાહન પુરપાટ હંકારીને પીકઅપ ડાલાને ઠોકર મારી હતી. જે બાદ મર્સિડીઝના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને પોતાનું વાહન ચાની કીટલીમાં ઘુસાડી દીધુ હતુ. જે બાદ ત્યાં રહેલી અન્ય ફ્રન્ટી કાર અને બાઈકને પણ અડફેટમાં લીધુ હતુ.

આ અકસ્માતના પગલે ઉનાવા પાટિયા પર થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. આ અકસ્માતમાં સબંધીઓની રાહ જોઈ રહેલા કંચનબેન અને મનહરબા તેમજ પિકઅપ ડાલાના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બન્ને મહિલાઓને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કંચનબા અને મનહરબા સબંધમાં દેરાણી-જેઠાણી થાય છે. જ્યારે અકસ્માત સર્જનાર કાર વિજાપુરના બિલ્ડર દિલીપ પટેલની હોવાનું માલૂમ પડ્યું છે. દિલીપ પટેલ પોતાના ડ્રાઈવર આનંદ રબારી સાથે મર્સિડીઝમાં વિજાપુર તરઈ જઈ રહ્યા હતા, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેમની કારે 3 વાહનો, ચાની કિટલી અને બે મહિલાઓને અડફેટમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com