અમેરિકાના લેક ચાર્લ્સમાં કેલ્કેસિયુ નદીના કિનારે ઊભેલી સુંદર ઈમારત હર્ટ્ઝ ટાવર હવે ભૂતકાળનો એક ભાગ બની ગઈ છે. સ્થાનિક પ્રશાસને શનિવારે આ ઇમારતને બોમ્બથી તોડી પાડી હતી. છેલ્લા ચાર દાયકાઓથી ડાઉનટાઉન લેક ચાર્લ્સમાં આ ઇમારત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. માત્ર 15 સેકન્ડમાં 22 માળની ઈમારત જમીનદોષ થઈ ગઈ હતી.
https://x.com/kat_dunc/status/1832410934502994083?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1832410934502994083%7Ctwgr%5E547b9bd8cc1e1fe751edc5da96873d8003da69e5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
અમેરિકાના લ્યુઇસિયાનાના લેક ચાર્લ્સ સ્થિત 22 માળના હર્ટ્ઝ ટાવરને સરકારે બોમ્બથી ઉડાવી દીધી છે.
તે એક સમયે શહેરની આઇકોનિક ઇમારત હતી. પરંતુ હવે તે હવે ધૂળમાં ભળી ગઈ છે. આ બિલ્ડીંગ છેલ્લા ચાર વર્ષથી ખાલી હતી. 2020 માં લોરા અને ડેલ્ટા વાવાઝોડાને કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું, ત્યારથી તે ખાલી હતી.
આ ઇમારત પહેલા કેપિટલ વન ટાવર તરીકે જાણીતી હતી. ચાર દાયકાથી આ ઈમારત શહેરની સુંદરતામાં વધારો કરી રહી હતી. પરંતુ વિનાશકારી તોફાનથી તેને નુકસાન થયું હતું. લેક ચાર્લ્સ મેયર નિક હન્ટરની હાજરીમાં બોમ્બ લગાવી 22 માળની ઇમારત માત્ર 15 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરી દીધી હતી.
ધ એડવોકેટના અહેવાલ મુજબ, વર્ષોથી બિલ્ડિંગના માલિક અને લોસ એન્જલસ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મ હર્ટ્ઝ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપે તેના વીમા પ્રદાતા, જ્યૂરિચ સાથે કાનૂની લડાઈ લડી હતી. મકાનની મરમ્મત માટે માલિકે $167 મિલિયનના અંદાજિત ખર્ચની માંગણી કરી હતી. જોકે, બાદમાં બંને વચ્ચે સમજૂતી થઈ જતાં વહીવટીતંત્ર દ્વારા ઈમારતને તોડી પાડવામાં આવી હતી.
2020માં લૌરા વાવાઝોડાના કારણે લેક ચાર્લ્સ વિસ્તારમાં 25થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ શહેર કેલ્કેસિયુ નદીના કિનારે આવેલું છે અને હ્યુસ્ટનથી બે કલાક દૂર છે. અહીંની વસ્તી લગભગ 80,000 છે.