દુનિયાના દેશો કોરોનાના કારણે ટેન્શનમાં હતા, ત્યારે બીજા નવા રોગો એવા મગજ ખનારા અમીબા તરીકે પ્રચલિત આ રોગે દેખા દીધી છે. ત્યારે અમેરીકામાં દક્ષિણમાં જોવા મળતું આ સૂક્ષ્મજંતુ ઉત્તરીય રાજયમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકાના દક્ષિણ રાજયમાં “નેગેલેરિયા ફાઉલરી” અમીબા ઝડપથી ફેલાય છે, અને મુખ્યત્વે હવામાનમાં પરીવર્તન થાય છે, અમીબાની આ પ્રજાતિ નદીના પાણી તળાવ અથવા તળાવના ગરમ અને તાજા પાણીમાં જોવા મળે છે. લોકોને ચેતવણી આપતા આરોગ્ય વિભાગે કહ્યું છે કે તેઓ આવા પાણી ભરાયેલા સ્થળોથી દૂર રહેવું જોઈએ પાણીમાં જોવા મળતી આ અમીબા નાકમાંથી મગજમાં સરળતાથી આવી શકે છે. તે ખૂબ જ સૂક્ષ્મ છે અને તે આપણા શરીરમાં ક્યારે પ્રવેયું છે તે પણ તમને ખબર નહીં પડે. અમીબા શરીરમાં પ્રવેશ્યા પછી કેટલાક લક્ષણો દેખાય છે, જેમ કે સખત માથાનો દુખાવો, ઉલટી અને તાવ જેમ જેમ મગજમાં આ ચેપ વધે છે, તેમ તેમ લક્ષણો વધુ ભયંકર બની જાય છે. ગળામાં સોજો અને ખેંચ પણ આવે છે. જ્યારે લક્ષણો ગંભીર હોય છે, ત્યારે વ્યક્તિ કોમામાં જાય છે. આ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિ લક્ષણો દર્શાવ્યાના 1 થી 8 દિવસની અંદર મૃત્યુ પણ થઇ શકે છે.