દેશમાં ખેડૂતો રણમાં પણ હોડી હંકારી ડે તેવા છે, ત્યારે પાટણમાં જંગલી પશુઓના ત્રાસથી ઉભા પાકનું રક્ષણ કરવા યુવા ખેડૂતે દેશી ભડાકા કરતી મિસાઈલનો આવિષ્કાર કર્યો છે. પીવીસી પાઇપ, ગેસ લાઇટર અને કાર્બન જેવી સામાન્ય વસ્તુઓથી મામૂલી ખર્ચે આ મિસાઇલ તૈયાર કરી છે. ફક્ત 500થી ૭૦૦ રૂપિયાના ખર્ચે આ મિસાઇલ તૈયાર થાય છે.
જેના લીધે ખેડૂતોને ખેતરમાં તાર ફેન્સીંગના ભારે ખર્ચથી છુટકારો મળે છે. ખેડૂતના ખેતરમાં ઊભા પાકને જંગલી ભૂંડ, નીલગાય જેવા પશુઓના આંતકથી બચાવવા યુવાન ખેડૂતે દેશી ઉપાય અજમાવ્યો છે.