નિધિ દેસાઈ અને શ્રેયા ખલાસીએ 19 -19 રન બનાવી ગુજરાતની ટીમને જીતાડી,ગુજરાત તરફથી નિધિ દેસાઈએ ચાર ઓવરમાં અને દિયા જરીવાલાએ ત્રણ ઓવરમાં બે-બે વિકેટ ઝડપી
અમદાવાદ
અંડર 19 વુમેન્સ ટી 20 ટુર્નામેન્ટની આજે અમદાવાદ ગુજરાત કોલેજ કોલેજ ગ્રાઉન્ડ બી ખાતે આજે ગોવા અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી મેચમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ની વચ્ચે રમાયેલ મેચમાં મધ્યપ્રદેશની ટીમ 41 વિજય બની હતી. ગોવાની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી 19 ઓવરમાં 52 રન બનાવી 10 વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં ગુજરાતની ટીમે 12 ઓવરમાં 58 રન બનાવી પાંચ વિકેટ ગુમાવીને ગુજરાતની ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. ગોવાની ટીમ પલક અરોંદેકરે સૌથી વધુ 23 બોલમાં 20 રન બનાવ્યા હતા. નિધિ દેસાઈ અને શ્રેયા ખલાસીએ 19 -19 રન બનાવી ગુજરાતની ટીમને જીતાડી હતી. ગોવાની ટીમમાંથી સીદ્ધી સવાશે એ બે વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી નિધિ દેસાઈએ ચાર ઓવરમાં અને દિયા જરીવાલાએ ત્રણ ઓવરમાં બે-બે વિકેટ ઝડપી હતી.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં છત્તીસગઢે ટોસ જીતી ને ફિલ્ડિંગ લીધી હતી. મધ્યપ્રદેશની ટીમે 20 ઓવરમાં 99 રન બનાવી ચાર વિકેટ ગુમાવી હતી અને છત્તીસગઢની ટીમે 20 ઓવરમાં 58 રન બનાવી આઠ વિકેટ ગુમાવી હતી. આમ મધ્યપ્રદેશની ટીમ એ 41 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. મધ્યપ્રદેશની ટીમમાં શ્રેયા દીક્ષિતે સૌથી વધુ 26 બોલમાં 24 રન બનાવ્યા હતા. અને ઈશાના સ્વામી 22 રન બનાવી નોટ આઉટ રહી હતી. છત્તીસગઢની ટીમ માંથી મહેકે ચાર ઓવરમાં 12 રન આપી બે વિકેટ લીધી હતી. છત્તીસગઢમાંથી કલ્પના એ સૌથી વધુ 35 બોલમાં 29 રન બનાવ્યા હતા. મધ્યપ્રદેશની ટીમમાંથી શ્રેયા દીક્ષિતે બે ઓવરમાં પાંચ રન આપી બે વિકેટ મેળવી હતી. આm મધ્યપ્રદેશની ટીમ એ 41 રનથી વિજય મેળવ્યો હતો.