રાજયમાં પશુધન, અને નીલગાયના ત્રાસના કારણે3 ઘણો જ પાક ઢોરો, પ્રાણીઓ ચરી જાય છે, ત્યારે મુખ્યમાતૃ વિજય રૂપાણી ધ્વારા ખેડૂતોની વ્હારે અને તેમના હિતમાં ખેતરમાં કાંટાળીવાડ યોજના માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. ખુલ્લા ખેતરમાં પશુ પ્રવેશનો ત્રાસ અને પાકને નુક્સાન સામે રક્ષણ આપવા હેતુ ખેતરમાં કાંટાળીવાડ યોજના વધુ સરળ કરવાનો નિર્ણય રાજ્યસરકારે કર્યો છે. ગુજરાતમાં ખુલ્લા ખેતર હોવાથી ખેતરમાં થયેલાં પાકને વ્યાપક નુક્સાન થાય છે, આ ઉપરાંત ખુલ્લા ખેતર હોવાથી પશુ પ્રવેશનો ત્રાસ પણ વધી ગયો હતો. પરિણામે અમ્રારસુધી ખેડૂતોના લાભાર્થે કાંટાળીવાડ યોજના અમલી છે. પરંતુ આ અંગે બજેની ફાળવણી નજીવી રકમ ફાળવવામાં આવી હતી. આ અંગે ખેડૂત સંગઠન તરફથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં બજેટ ફાળવણી સરકારે ખેતરમાં કાંટાળી વાડ હેતુ રૂ.200 કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો માટે લઘુત્તમ વિસ્તાર અગાઉ 10 હેક્ટર હતો તે વિસ્તાર હવે ધટાડીને 5 હેક્ટર કરવામાં આવ્યો છે. ખેડૂતને મળવાપાત્ર રનીંગ સહાય 150 રૂ, હતી. આ રનીંગ સહાય વધારીને રૂ250 કરવાનો નિર્ણય પણ ગુજરાતસર કારે કર્યો છે.
કાંટાળી યોજનાના મત્વના મુદ્દા.
:- ખેતરમાં કાંટાળી વાડ માટે સરકાર દ્વારા બજેટમાં રૂ 200 કરોડની ફાળવણી
:- ખેડૂત લાભાર્થીએ -Khedut પોર્ટલથી અરજી કરવાની રહેશે
:- ખેડૂત દ્વારા થાંભલા કર્યાની ચકાસણી બાદ 50 ટકા અને કાર્ય પૂર્ણ થયે 50 ટકા સહાય -નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રોને સોંપાઇ જવાબદારી ગુજરતામાં ખેડૂતોના લાભાર્થે અગાઉ પણ કાંટાળી વાડ યોજના અમલી હતી. પરંતુ હવે તેમાં બજેટની ફાળવણી વધુ કરીને ખેડૂતોના ખેતરમાં પાકનું રક્ષણ કરવા હેતુ કાંટાળીવાડ યોજના લાભદાયી પુરવાર થશે.