વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગ મિશનના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા GHTC-૧ ‘લાઇટ હાઉસ પ્રોજેક્ટ’નું નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા નવા વર્ષે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ઇ-ખાતમૂર્હુત કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રીશ્રી હરદીપસિંઘ પુરી, ગુજરાત સરકારના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ સહિત રાજકોટના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રૂ. ૧૧૮ કરોડથી વધુના ખર્ચે નવીનત્તમ ટેકનોલોજી દ્વારા EWS-૨ના ૧૧૪૪ આવાસો તૈયાર કરવામાં આવશે.