ગુજરાતનું કહેવાતું પાટનગર જીજે ૧૮ એટલે ગ્રીન સિટીનું બિરુદ મેળવેલું છે ત્યારે અત્યારે ગ્રીન સિટીમાંથી કોંક્રિટનું જંગલ બની રહ્યું છે અને ગ્રીનરી લુપ્ત થતી જાય છે ત્યારે હરિયાળું પાટનગર કોંક્રિટના જંગલ બાદ ગંદકી, પ્લાસ્ટિકનું નગર બનતું અટકાવવા તંત્રએ કમર કસી છે ત્યારે મનપાની એસઆઈની ટીમ દ્વારા સે.૨૧ થી લઈને જાહેર રોડ રસ્તા પર માસ્ક વગર ફતાં અને વેપલો કરતાં તત્વોને સીધાદોર કરવા વહીવટ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ગાંધીનગર સે.૨૧ થી લઈને અન્ય વિસ્તારોમાં સંયુક્ત કુલ ૪ ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે મનપાના ઝોન ૧ ના ઝોનલ ઓફિસર શૈલેષકુમાર સોમચંદ્રન, ઝોન-૨ અમિત પટેલ, સે.૨૧ સેનેટરી ઈન્સ્પેક્ટર વિપુલસિંહ ડાભી, અન્ય વોર્ડના એસઆઈ મળીને ૪ ટીમ પ્લાસ્ટીક પ્રતિબંધ હોવા છતાં લારી ગલ્લા, દુકાનોમાં બેરોકટોક સંખ્યામાં રાખતા ઝભલાઓ ઉપર ત્રાટકીને ૧૯ શખસો પાસેથી ૭૭૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરીને ૧૦ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. જાહેરમાં ગંદકી કરતાં ૨ લોકો પાસેથી ૪૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો. માસ્ક ન પહેરેલ ૨ શખસો પાસેથી ૨ હજાર ચાર્જ વસૂલાતા સે.૨૧ થી લઈને અન્ય વિસ્તારોમાં સોપો પડી ગયો હતો.