મેં કુવારા હોવાનું નાટક કરીને ફસાવી છે તો મારા ફેસબુક પર મારી પત્નિ સાથેના ફોટા સહિત બધું હતું : IPS ઓફિસર

Spread the love

ગુજરાતમાં IPS ઓફિસર અને મહિલા વકીલનો મામલો હાલમાં જબરદસ્ત ચર્ચામાં છે ત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે કે આ IPS એ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને વર્ષ 2014ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા છે. જેઓ હાલ ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમ વિભાગના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં SP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓના પત્ની અરવલ્લી જિલ્લામાં કલેક્ટર છે.

મહિલા વકીલે આ IPS સામે મોટા આક્ષેપો કર્યા છે. મહિલાના આરોપો છે કે આ IPS ઓફિસરે કુંવારા હોવાનું કહીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે અને તે પરણી ગઈ હોવા છતાં તેની સાથે સંબંધો રાખવા માટે દબાણ કરતા હતા.

આ મામલે IPS ધર્મેન્દ્ર શર્મા સાથે વાતચીત કરતાં તેમને પોતાનો બચાવ રજૂ કર્યો છે. આ પ્રકરણમાં હવે મામલો સરકાર સુધી પહોંચ્યો છે. આગામી સમયમાં IPS ઓફિસર સામે કાર્યવાહી થઈ શકે છે. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ધર્મેન્દ્ર શર્મા પહેલીવાર જાહેરમાં આવ્યા છે. એમને વાતચીતમાં જણાવ્યું છે કે પોતે આ પ્રકરણમાં સાવ નિર્દોષ છે. સમગ્ર ઘટનામાં મહિલા વકીલ અને તેમના પતિ દ્વારા મને ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાઈ રહ્યો છે. જે મહિલા મારી સાથે સંબંધો અંગે વાત કરે છે એ મહિલાના પતિ અને મહિલાએ જાહેર કરેલા ઓડીયો રેકોર્ડને એકવાર શાંતિથી સાંભળવા પણ તેમને અપીલ કરી છે.

IPS ધર્મેન્દ્ર શર્માએ કહ્યું છે કે આ રેકોર્ડિંગમાં મહિલા સાથે મારે સંબંધ હોવાનો એકરાર કરાવવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, મેં આ પ્રકારના સંબંધો ન હોવાથી વાતનો સ્વીકાર ન કરતા આખરે મને બદનામ કરવાનો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મારી વિરુદ્ધમાં સતત અહેવાલો આવી રહ્યાં છે. મારી સામે છેક પીએમઓ સુધી ફરિયાદ થઈ છે. ધર્મેન્દ્ર શર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉપરી અધિકારી કહેશે તો તેઓ મીડિયા સામે પણ પોતાની વાત રજૂ કરી શકે છે. હું એક પોલીસ અધિકારી છું અને મારા ચરિત્ર પર છાંટા ઉડાવાઈ રહ્યાં છે.

મહિલા અને તેનો પતિ પોતાની પાસેથી ગુપ્ત માહિતી કે રૂપિયા પડાવવા માટે આ ષડયંત્ર રચ્યું હોવાની તેમને શંકા છે. આ સંદર્ભે ગૃહ વિભાગ પણ તપાસ કરે તો પુરતો સહયોગ આપવાની IPS ધર્મેન્દ્ર શર્માએ ખાતરી આપી હતી. આ કેસ હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ધર્મેન્દ્ર શર્માએ કહ્યું હતું કે મહિલા દ્વારા પોતે પરિણિત હોવાનું છુપાવવાની જે વાત કરી છે તે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં શક્ય છે. દરેક વ્યક્તિ 5 મીનિટમાં હિસ્ટ્રી કાઢી શકે છે.

હું પરિણીત છું એ જગજાહેર છે. હું એક IPS ઓફિસર છું અને મારી વિગતો દરેક સોશિયલ મીડિયા પર સર્ચ કરો તો મળી રહે. મહિલાના આરોપો છે કે મેં કુવારા હોવાનું નાટક કરીને ફસાવી છે તો મારા ફેસબુક પર મારી પત્નિ સાથેના ફોટા સહિત બધું હતું જ છે. એટલે એ મારી સામે ખોટા આરોપો છે. આમ વાતચીતમાં IPS ધર્મેન્દ્ર શર્માએ પોતાનો બચાવ રજૂ કર્યો હતો. આ પ્રકરણમાં તેમને ફસાવી રહ્યાં હોવાનું જણાવ્યું છે. IPSની પત્ની અને એક દીકરો પણ છે. ધર્મેન્દ્ર શર્માની પત્ની એક જિલ્લાના કલેક્ટર છે. આમ વેલસેટલ IAS અને IPS ફેમિલીની કારકીર્દી અને અંગત સંબંધો દાવ પર મૂકાયા છે. આ પ્રકરણમાં આગામી સમયમાં સરકાર કે ગૃહવિભાગ કઈ દિશામાં આગળ વધે છે એ જોવાનું રહ્યું પણ મહિલા વકીલના આરોપો બાદ IPS ધર્મેન્દ્ર શર્મા ખુલીને સામે આવ્યા છે. જેઓએ પોતાનો સાફ બચાવ કર્યો છે.

આ અતિ ચર્ચાસ્પદ કેસની વિગતો એવી છે કે, ગુજરાતના IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ અમદાવાદની એક મહિલાએ દુષ્કર્મની સરકાર સુધી ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ હતો કે, ગુજરાત કેડરના ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ષ 2014ની બેચના IPS ઓફિસરે પોતે અપરણિત હોવાનું કહી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની ફરિયાદથી ગુજરાતની IPS લોબી ઉપરાંત સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આ IPS અમદાવાદમાં હતા ત્યારે આ એડવૉકેટ મહિલા તેમને 3થી 4 વખત એક કેસ સંદર્ભે મળી હતી, તે વખતે IPSએ યુવતીને જણાવ્યું હતું કે, હું સિંગલ છું તારી સાથે લગ્ન કરવા માગું છું કહી પ્રપોઝ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ત્યારબાદ IPS અધિકારીએ ગુડ મોર્નિંગ અને ગુડ ઈવનિંગના મેસેજો કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS અધિકારીએ મહિલા સાથે સંબંધ ઓછો કરી નાંખ્યો હતો અને ક્યારેક ક્યારેક વાતચીત થતી હતી. જો કે, એક દિવસ IPS અધિકારીએ વોટ્સએપ સ્ટેટ્સ પર પોતાના દીકરાનો ફોટો મૂકતા ભાંડો ફૂટ્યો હતો. આઈપીએસ અધિકારીએ સ્ટેટ્સમાં દિકરાનો ફોટો મૂકીને માય સન લખ્યું હતું અને આ મહિલા જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. ત્યારબાદ મહિલા અને IPS વચ્ચે ઝઘડો થયો હતો અને સંબંધ તોડી નાંખ્યા હતા.

આ ઘટના બાદ મહિલા વકીલ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી. પરંતુ સંજોગોવશાત IPS અધિકારીની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે મહિલાને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. તે દરમિયાન IPS અધિકારીના ત્રાસથી કંટાળીને સમગ્ર ઘટનાની જાણ મહિલાએ તેના પતિને કરી હતી. આ ઘટના બાદ મહિલાએ લેખિતમાં સરકારમાં ફરિયાદ કરી હતી. આ મામલામાં વિગતો એવી પણ છે કે, મહિલાના પતિએ વાત કર્યા પછી પણ મામલો થાળે ન પડતા છેવટે આ દંપતીએ ગુજરાત સરકાર સમક્ષ ફરિયાદ – રજૂઆત કરી હતી. તેમણે આ મામલે IPS ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે. આ પ્રકરણ હાલમાં ચર્ચામાં છે ત્યારે હવે IPS પણ ખૂલીને સામે આવ્યા છે અને આ પ્રકરણમાં તેમને ફસાવાઈ રહ્યાં હોવાનું જણાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com