ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા હમણાં તોફાની તત્વો સામે જે પગલા લીધા તેમાં ગુજરાતના યુવા પેઢીમાં ગૃહમંત્રી ભારે ચર્ચાસ્પદ બન્યા છે, વિપક્ષ ભલે બોલતા હોય કે તેમની ડિગ્રી અને ફલાણા આટલું ભણેલા છે, પણ પાવરફુલ ગૃહમંત્રી કહી શકાય, આજના ડોક્ટરો ડિગ્રી હોવા છતાં રિપોટીયા ડોકટરો થઈ ગયા છે, ત્યારે ગૃહમંત્રી આવનારાની નાડ પારખી જાય છે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોય અન્યાય થયો હોય અને અરજદાર આપવીતી કહે તો અરજદારની વાતમાં કેટલી સચ્ચાઈ છે, તે કોઠાસૂત્ર તેમણે ચોપડીમાં નહીં પણ ગલી ગલી, પોલીસ સ્ટેશનથી લઈને આયોગોમાં ફરીને મેળવેલું છે, ત્યારે સુરત થી લઈને વડોદરામાં થયેલા છમકલા કરવાવાળાઓની ગૃહ મંત્રી થી ફાટી ગઈ છે, બાકી આટલા વર્ષોમાં પાવરફુલ ગૃહ મંત્રી અને સમય પણ કાઢીને સચિવાલય સૌથી મોડા સુધી બેસતા જોવા મળે છે,
સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-2માં સૌથી વધારે આખી બિલ્ડીંગમાં અહીંયા તેમને ત્યાં ભીડ જોવા મળે છે, મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષામાં હર્ષ સંઘવીને ત્યાં ભીડ અરજદારોની મોટી સંખ્યામાં જોવા મળશે, અગાઉ નિતીન પટેલ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી ને ત્યાં ભીડ રહેતી હતી, ત્યારે ફીર બના ચેમ્પિયન કેમ રાજ્ય કક્ષામાં ભીડ સૌથી વધારે ગૃહ મંત્રીને ત્યાં જોવા મળે છે જ્યાં અરજદારો પાસ કઢાવે ત્યારે તે આંકડામાંથી જોઈ શકાય,
બોક્સ
વિપક્ષ ભલે બૂમબરાડા ગૃહમંત્રીની ડીગ્રી ના પાડે, પણ આ ગૃહમંત્રી ડિગ્રીવાળા રિપોટીયા ડોકટર નથી, અરજદારની નાડ પારખીને તેની રજૂઆત સાંભળીને પાવરફુલ નિર્ણયો લે છે,
કાયદા નિયમોની ચોપડી થોથા ભલે ઓછા વાંચ્યા હોય પણ ગલી ગલી લોકોના પ્રશ્નો તકલીફો જોઈ છે, બાકી પોલીસ વિરુદ્ધ ફરિયાદ, અન્યાય થયો હોય તો અરજરદારનું સાંભળીને કહી દે કે અરજદાર કેટલો સાચો છે,