કેસરિયા ગરબા હજુ જુમ્મા જુમ્મા એક વર્ષ થયું છે, ત્યારે પ્રથમ બેટિંગમાં શહેરમાં કેસરિયા ગરબાએ ભમાભમ કરી દીધી હતી, ગત વર્ષે આયોજક થી લઈને ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ગોત્યા જડતા ન હતા, કારણ કે જે સંખ્યા ધારી હતી, તેના કરતા પાંચ ગણી સંખ્યા આવતા ફોન ફક્ત પાસ માટે આવતા ફોન પણ બંધ કરી દેવા પડ્યા હતા, ભાજપના અનેક નેતાઓ કાર્યકરો હોદ્દેદારોને ગત વર્ષે માથાકૂટ પાસની થઈ હતી, ત્યારે આ વખતે પાછુ આયોજન થી લઈને આખું મેનેજમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે, બાકી સફળતા ગત વર્ષે કલ્પના કરતા પણ વધુ મળી હતી, આ વખતે ફરી જૂના જોગી એવા ગબ્બરના ગરબા પણ થવાના છે, ત્યારે ગબ્બર સામે બબ્બર કહો કે જબ્બર એવા ગરબાઓની ટક્કર થશે, પણ કેસરિયા દ્વારા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને હાલ હિમાલય થીમ સેકટર-11 ખાતે બનાવાઈ રહ્યું છે, હાલ કેસરિયા એ કપડાં પહેરાવી દીધા છે, રોજબરોજ નવા સમીકરણો સાથે તૈયારીઓ આરંભાઈ રહી છે,
કેસરિયા ગ્રુપનો બીજીવાર ધમધોકાર ચર્ચાસ્પદ બને તે માટે ધારાસભ્ય રીટાબેન પટેલ પોતે ગરબા ક્લાસીસથી લઈને સંસ્થાઓ સાથે પણ મિટિંગ કરીને ગરબામાં આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે, બાકી આ વખતે પડે એના કટકા, એમ ભીડ ભારે જામે તેવા અણશાર દેખાઈ રહ્યા છે, ત્યારે હવે સેક્ટર-13 ખાતે કલ્ચરલ ગ્રુપ અને સેક્ટર-11 ખાતે કેસરિયા ગ્રુપના ગરબાની ચર્ચાએ જોર પકડ્યું છે, બાકી 11 અને 13 ની વચ્ચે સેક્ટર-12 આવે છે, એટલે આ વખતે ગરબાનો ક્રેઝ વધવાના સંકેત જોવા મળી રહ્યા છે,
બોક્સ
ગરબા રાજકારણમાં પણ બે ગ્રુપ પડેલા છે, બાકી પાર્ટી પક્ષના અંદરો-અંદરના ખટરાગમાં ઘણા ને બગાસુ ખાતા પતાસો મળી ગયું જેવા ગાંઠ સર્જાયો છે, વર્ષોથી એક નામ ગરબાનું ચર્ચાનું રહ્યું છે, ત્યારે એક વર્ષમાં નવા ગરબા આયોજન કોએ પણ બેટિંગ કરી છે, ત્યારે હવે “હમસે બઢકર કોન, કિસમે કિતના હૈ દમ” તેમ હવે ગરબામાં સંખ્યા મહાનુભાવો ક્યાં જોવાય છે, તેની ઉપર ગરબા ની સફળતા જોવાશે, અત્યારથી ગરબાના પાસ મેળવવા ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે, આ વખતે ગરબાના પાસ માટે તડાકો પડવાનો છે, આવતીકાલે “કેસરિયા”ની પ્રેસ બાકી ગરબાઓની રાશિ એક જ, આયોજકની રાશિ પણ એક જ,