GJ-18 ખાતે સરકાર દ્વારા ખૂબ જ ઓછી સંખ્યામાં મંત્રીઓ બનાવ્યા છે, જમ્બોજેટ મંત્રીમંડળ નથી, છતાં ખર્ચ જંબોજેટને આંબી જાય તેવું થયું છે, ત્યારે વિપક્ષના ધારાસભ્ય દ્વારા માંગેલી માહિતીમાં મંત્રીઓની ચેમ્બરમાં ચા-પાણીનો ખર્ચ 420 લાખ થયું છે, ત્યારે બીજો કોઈ આંકડો ઓછા વધતા હોય તો વાંધો નહીં, પણ 420 નો આંકડો ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે,
ગુજરાતમાંથી અનેક અરજદારો પોતાના પ્રાણ-પ્રશ્નોને લઈને અહીંયા આવતા હોય છે, ત્યારે તેમને ચા-પાણી પીવડાવીને મોકલવામાં આવે છે, ત્યારે “ચાય પે ચર્ચા” હોય તેમ ચા બનાવનારી એવી કેન્ટીન પણ માલામાલ થઈ ગઈ હશે, હવે ઘણા ચાની કિટલીવાળા વિચારી રહ્યા છે કે સચિવાલયમાં ચા ની કીટલી કરી દેવી છે, અહીં મંત્રીમંડળના ઓર્ડર મળી જાય તો સાત પેઢી તરી જાય એવી વાતો ચાલી રહી છે,
બોક્સ
અનેક ચાની કિટલીવાળા લાળ પાડી રહ્યા છે, સચિવાલયમાં ધંધો મળી જાય તો માલામાલ થઈ જવાય નાનું મંત્રી મંડળ છતાં 420 લાખની ચા? બાકી 420 નો આંકડો ચર્ચાસ્પદ બન્યો છે ગુજરાતીઓ દરેક વખતે આ શબ્દનો અને આંકડાનો ઉપયોગ કરતા હોય છે,