રાહુલ ગાંઘીના અનામત દુર કરવાના નિવેદન મામલે આજે અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

Spread the love

દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર : ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા

રાહુલ ગાંધીએ અનામતનો વિરોધ ક્યારે કર્યો તે સિધ્ધ કરો : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

અમદાવાદ

ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત હટાવવાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનના વિરોધમાં આજે અમદાવાદ સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ગાંધી પરિવારની દેશ આઝાદ થયો ત્યારથી અનામત વિરોધી માનસિકતા રહી છે ત્યારે “અનામત વિરોધી કોંગ્રેસ – દેશ વિરોધી કોંગ્રેસ” ના સૂત્રોચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત અનુસુચિત જાતિ મોરચાના મહાનગરના અધ્યક્ષ ભદ્રેશ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે ” દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યું છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરજી ને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરીવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે ૨૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.”કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા , અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપભાઈ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટભાઈ પરમાર તથા પૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું હતું. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ અમિતભાઈ પી શાહ , ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમિન મહાનગરના મેયર પ્રતિભાબેન જૈન, મહાનગરના સર્વે ધારાસભ્યશ્રીઓ, મહાનગરના સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ નાટકીયા ભાજપીઓને ખુલ્લો પડકાર શકતા જણાવ્યું હતું કે જનતાને ઉંધા ચશ્મા પહેરાવવા ભાજપ જુઠ્ઠાણાં ઓકવાનું બંધ કરે.સરકારના અનેક એકમોમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ દાખલ કરી ભાજપ સરકાર અનામત હટાવી રહી છે.રાહુલ ગાંધીએ અનામતનો વિરોધ ક્યારે કર્યો તે સિધ્ધ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com