આપ’ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદની મૃતક દીકરીની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી અને શ્રદ્ધાંજલિ આપી

Spread the love

આમ આદમી પાર્ટીની માંગણી છે કે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપી આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે:પીડિત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે,વહેલી તકે તમામ શાળાઓમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવે : ઈસુદાન ગઢવી

અમદાવાદ

દાહોદના એક સરકારી શાળાના આચાર્યએ છ વર્ષની માસુમ દિકરી સાથે બળજબરી કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી. આ હૃદય કંપાવનારી ઘટના મુદ્દે આજે સમગ્ર ગુજરાતના લોકોમાં રોષની લાગણી છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ગુજરાત દાહોદ દક્ષિણ ઝોન સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા સહિત ગુજરાત પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી. આ મુશ્કિલ સમયમાં સમગ્ર આમ આદમી પાર્ટી દીકરીના પરિવારની પડખે છે અને દીકરીને અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે દરેક લડાઈ લડવા તૈયાર છે.આમ આદમી પાર્ટી દ્વારા સાંજે દાહોદ નગરપાલિકા ચોકથી એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, દેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ગુજરાત દાહોદ દક્ષિણ ઝોન સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને ભગવાન શ્રી બિરસામુંડા ચોક મુકામે બાળકીને શ્રદ્ધાંજલી અર્પણ કરી મૃતક દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી કેન્ડલ માર્ચ પૂર્ણ કરી હતી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, કોલકાતામાં ડોક્ટર યુવતી સાથે બળાત્કારની જે ઘટના બની હતી તેના કરતાં પણ વધુ જઘન્ય અને દર્દનાક ઘટના ગુજરાતના દાહોદમાં બની છે. અહીં દાહોદમાં પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની બાળકી પર તેની સ્કૂલના પ્રિન્સિપાલે ન ફક્ત બળાત્કારનો પ્રયાસ કર્યો પરંતુ બાળકીની હત્યા પણ કરી દીધી. આજે અમે પીડિતાના પરિવારને મળ્યા છીએ. આ પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે, પરિવારની માંગ છે કે આ ઘટનાના આરોપી આચાર્યને તાકીદે ફાંસી આપવામાં આવે, આ વિસ્તારમાં બસની સુવિધા ઉપલબ્ધ નથી તેથી વહેલી તકે અહીં બસની સુવિધા શરૂ કરવામાં આવે અને અહીંની તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા પણ નથી, તો વહેલી તકે શાળાઓમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવે. અમે એવી પણ માંગણી કરીએ છીએ કે આ પીડિત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, જોકે અમે જાણીએ છીએ કે આ પૈસા દીકરીને પાછી નહીં લાવે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજે શાળાઓમાં એવા આચાર્યોજી નિમણુક કરી છે જેઓ આપણી છોકરીઓને સુરક્ષા પણ આપી શકતા નથી. તેથી અમે માનીએ છીએ કે આવા આચાર્યને વહેલી તકે ફાંસી આપવામાં આવે. આપણે જોયું છે કે ગુજરાતના નેતાઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને “બળાત્કારીઓ સાથે આમ કરો, તેમ કરો” લખીને પત્રો લખતા હતા અને મમતા દીદીએ તો વિધાનસભામાં 10 દિવસમાં ફાંસીનો કાયદો પસાર કર્યો હતો, પરંતુ અહીં ગુજરાતમાં હજુ પણ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. આ પરિવારને મળવા ન તો કોઈ શિક્ષક, ન કોઈ મંત્રી કે ન કોઈ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી મૌની બાબા બની ગયા છે અને તેમણે આ ઘટના પર એક પણ નિવેદન આપ્યું નથી.  બીજી તરફ આજે ગુજરાતના મુખ્યમંત્રી ધરણા પર બેઠા છે. જ્યારે ગુજરાતમાં યુવાનો રોજગારની માંગ કરે છે, ત્યારે તમે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, અને અહીં દાહોદમાં તમારે પીડિતાના પરિવારને મળવા આવવું જોઈએ પણ તમે અહીં પણ આવતા નથી, આ ખૂબ જ આશ્ચર્યજનક છે. હું ફરીથી માંગ કરું છું કે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા આપીને આ પરિવારને વહેલી તકે ન્યાય આપવામાં આવે. અને સાથે સાથે સરકાર અને શિક્ષણ વિભાગે પણ આ પ્રકારની ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તેની જવાબદારી લેવી જોઈએ.

 

*આમ આદમી પાર્ટી ગુજરાત*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com