દિલ્હી સીબીઆઈની 300થી વધુ લોકોની ટીમે અમદાવાદ અને આસપાસના વિસ્તારોના લગભગ 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા

Spread the love

અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલસેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલસેન્ટર પર દરોડા પાડ્યા છે. દિલ્હી CBIએ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ચાલતાં કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. દિલ્હી CBIને કોલસેન્ટર દ્વારા લોકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.

CBIને ફરિયાદ મળી હતી કે કોલસેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. ત્યારે દિલ્હી CBIએ આ ફરિયાદ પર કાર્યવાહી કરતા આ દરોડા પાડ્યા છે.

માહિતી અનુસાર, આ દરોડા ગઈકાલે મોડી રાતથી ચાલી રહ્યા હતા. માહિતી અનુસાર, અમદાવાદ અને આસપાસના વિસ્તારોના લગભગ 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા છે, જેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આવેલા કેટલાક કોલ સેન્ટર પણ સામેલ છે. સીબીઆઈની 300થી વધુ લોકોની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચીને આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને આખી રાત આ દરોડા ચાલુ રહ્યા હતા. જો કે હજુ સુધી એ માહિતી સામે નથી આવી કે કોલ સેન્ટરમાં દરોડા દરમિયાન શું બહાર આવ્યું છે.

અગાઉ પણ આવા રેકેટ પકડાયા છે કે જેમાં અમેરિકન નાગરિકો પાસેથી લોન કે ક્રેડિટ કાર્ડના નામે ધમકીઓ આપીને ડોલર પડાવી લેવામાં આવ્યા હોય. આવી રીતે કોલ સેન્ટર ચલાવતા લોકોએ અબજો રૂપિયાની ઉચાપત કરી છે. આ કોલ સેન્ટર માફિયા યુવાનોને મોટો પગાર આપવાની લાલચ આપીને નોકરીએ રાખે છે અને કોલ સેન્ટર ચલાવે છે. કોલ સેન્ટરના કર્મચારીઓ આવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવીને આ રીતે લોકો પાસેથી ડોલર્સ પડાવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com