મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી

Spread the love

મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી. રાજ્યમંત્રી મંડળે પૂર્વ મુખ્ય મંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી પદ દરમ્યાનની સેવાઓ તેમજ જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના સેવાકીય પ્રદાનની સરાહના કરતા શોક દર્શક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ અક્ષર સહ આ મુજબ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને રાજ્યના અગ્રણી રાજનેતા શ્રી માધવસિંહ સોલંકીનું તા.૦૯/૦૧/૨૦૨૦ના રોજ ૯૪ વર્ષની વયે ગાંધીનગર ખાતે થયેલ દુઃખદ અવસાનથી સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે. શ્રી માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦મી જુલાઈ,૧૯૨૭ના રોજ મહેસાણા જિલ્લાના પિલુ‌ન્દ્રા ખાતે થયો હતો. તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત ૧૯૪૭થી કરેલ હતી. તેઓ ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારબાદ સને ૧૯૮૧ થી ૧૯૮૫ અને ૧૯૮૯ થી ૧૯૯૦ના સમયગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ. તેઓએ ચાર વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ. તેઓએ સને ૧૯૯૧-૯૨ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ સેવાઓ બજાવેલ હતી. સ્વ.શ્રી માધવસિંહ સોલંકીએ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનમાત પ્રથા રજુ કરેલ હતી. ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર સૌપ્રથમ તેઓએ રજુ કરેલ હતો.  સ્વ.શ્રી માધવસિંહ સોલંકી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ કાર્યરત હતા. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓશ્રીની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. શ્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com