મુંબઈ
ભારતીય રમતગમતની એક સીમાચિહ્નરૂપ ક્ષણ સ્વરૂપે શ્રીમતી નીતા એમ. અંબાણીના સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને રવિવાર 29 સપ્ટેમ્બર 2024ની સાંજે એન્ટિલિયા ખાતે યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ – એટલે કે રમતગમતની સંગઠિત શક્તિ થકી સમાનતા અને શ્રેષ્ઠતાની ઉજવણી કરતું ભવ્ય આયોજન કર્યું હતું.અને શ્રેષ્ઠતાથી પ્રેરણા આપી છે.
અનુક્રમે 83 અને ચંદુ ચેમ્પિયન જેવી રમત કેન્દ્રિત ફિલ્મોમાં અભિનય આપનાર બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને કાર્તિક આર્યન ભારતના રમતગમતના નાયકોને સપોર્ટ કરવા પહોંચ્યા હતા અને રમતવીરોને સન્માનિત કરવામાં આવતાં તેમને ઉત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે દેવેન્દ્ર ઝાઝરિયા, સુમિત અંતિલ અને ભારતની પેરાલિમ્પિક સમિતિના મુખ્ય કોચ સત્યનારાયણે સમાનતા અને એકતાના પ્રતીક સમાન પેરિસ 2024 પેરાલિમ્પિક મશાલ શ્રીમતી અંબાણીને ભારતમાં રમતગમતને વધુ સમાવેશી બનાવવાના તેમના પ્રયાસો બદલ આપી હતી.યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ એથ્લેટિક શ્રેષ્ઠતાની જ ઉજવણી માત્ર ન હતી પરંતુ રમતના પ્રકારને ધ્યાનમાં લીધા વિના સફળતાની સ્વીકૃતિમાં સમાનતાના મહત્વને પણ પ્રકાશિત કર્યું હતું. આ ઇવેન્ટે ભારતીય રમતોમાં એક નવો અધ્યાય ચિન્હિત કર્યો જ્યાં દરેક રમતવીરને તેમના સમર્પણ, મક્કમતા અને શ્રેષ્ઠતાની શોધ બદલ પ્રોત્સાહિત કરવામાં આવે છે. રમતવીરોએ ભારતને એક રમતગમત સમૃદ્ધ રાષ્ટ્ર બનવામાં મદદ કરવાના શ્રીમતી અંબાણીના વિઝન માટેના તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો, એક એવો દેશ કે જે બહુવિધ રમતોમાં સફળતા મેળવે. આગામી પેઢીને પ્રેરણા આપવા માટે પોતાની સફરમાં સફળતા મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી દેશમાં ઓલિમ્પિક મૂમેન્ટને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાતને પણ રમતવીરોએ સમર્થન આપ્યું હતું.