અમદાવાદના શાહીબાગમાં જે.ડી. નગરવાલા સ્ટેડિયમ પોલીસ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે સાંજે પાંચ વાગ્યે  અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે

Spread the love

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને જરૂરિયાતના સમયે અન્ય લોકોને મદદ કરવા માટે અમારા પોલીસ દળોના ઉત્કૃષ્ટ પ્રયાસોને હું બિરદાવું છું : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પોલીસ દળના જવાનો દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌથી અઘરી જવાબદારીઓ નિભાવે છે, જેના કારણે આજે દેશ વિકાસના પથ પર અગ્રેસર છે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ  વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અમદાવાદ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બુધવાર 3 ઓક્ટોબરના રોજ સાંજે 5:00 વાગે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું  લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ  વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા જે.ડી. નગરવાલા સ્ટેડિયમ, પોલીસ હેડક્વાર્ટર ખાતે 3 ઓક્ટોબર, 2024ના રોજ સાંજે 5.00 વાગે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે.લગભગ ₹146 કરોડના ખર્ચે 18,068.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું આ સાત માળનું નવનિર્મિત ભવન અનેક અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં જ સરળતા નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું કામ પણ વધુ સારી રીતે થઈ શકશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર ખૂબ ઝડપથી વિકસી કહ્યું છે અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. જૂની કચેરીમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેસવા સહિત અન્ય વ્યવસ્થાઓ માટે જગ્યાની અછત વર્તાતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે નવી પોલીસ કમિશ્નર કચેરીના નિર્માણની મંજૂરી આપી હતી. વર્ષ 2018માં નવા ભવનના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું હતું. પરંતુ કોરાનાકાળ અને અન્ય કારણોસર તેના નિર્માણમાં થોડો વિલંબ થયો.

નવી પોલીસ કમિશ્નર કચેરીમાં અદ્યતન ટેક્નોલોજીથી સુસજજ પોલીસ કંટ્રોલ રૂમ છે, જેને એડવાન્સ કોમ્યુનિકેશન નેટવર્ક સાથે એકીકૃત કરવામાં આવ્યો છે. તેના કારણે રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઘટનાઓ પર પ્રતિક્રિયા સંભવ થઈ શકશે. આ ઉપરાંત, આ કચેરીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો સમરાઇઝેશન, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વૉલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ આખા ભવનમાં વાઇફાઇ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટિપર્પઝ હોલ અને 3 કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે, 100 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે.આ ઉપરાંત, પોલીસકર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નવી કચેરીના ભવનના બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કચેરીમાં જ જિમ્નેશિયમની સુવિધા ઉપલબ્ધ થવાથી પોલીસકર્મીઓને પોતાની ફિટનેસ જાળવી રાખવામાં મદદ મળશે. આ ઉપરાંત, નવી પોલીસ કમિશ્નર કચેરીના તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે.સામાન્ય લોકોની સુવિધા અને તેમની સાથે સુચારૂ સંવાદ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રની સુવિધા શરૂ કરવામાં આવી છે. જૂની કચેરીમાં પાર્કિંગની સમસ્યા બહુ મોટી હતી. એટલે નવા ભવનના નિર્માણમાં પાર્કિંગની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બેઝમેન્ટ પાર્કિંગ સિસ્ટમના કારણે પોલીસ કર્મચારીઓ સહિત અહીં આવતા સામાન્ય લોકોને પોતાના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. આખા ભવનમાં 24 કલાક નિબંધ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

એક નવી પહેલ તરીકે આ પોલીસ કમિશ્નરની કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.સમાજ અને રાજ્યની સુરક્ષા માટે પોતાની અંગત જિંદગી અને પરિવારની પરવા ન કરીને, પૂરી તત્પરતા અને નિષ્ઠાથી કામ કરનારા પોલીસ કર્મચારીઓના ત્યાગ અને બલિદાનની સ્મૃતિમાં અહીંયા શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. નાગરિકોની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસકર્મીઓના બલિદાનને ઉજાગર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાવવામાં આવેલા શહીદ સ્મારકને કારણે અહીંયા આવનારા લોકોને આ પોલીસકર્મીઓના ત્યાગ અને શૌર્ય અંગે જાણકારી મળશે.

ગુજરાત આજે દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની શાંતિ અને સુરક્ષા માટે જાણીતું છે. રાજ્યના ઝડપી વિકાસ અને સમૃદ્ધ ઉદ્યોગ જગતના પાયામાં આ જ શાંતિ અને સુરક્ષા મુખ્ય ઘટકો છે. ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ માટે કાયદો-વ્યવસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે દિવસ-રાત કાર્યરત રહેતી પોલીસની મુખ્ય ભૂમિકા છે.અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવી આ નવી પોલીસ કમિશ્નર કચેરી, દિવસ-રાત, તમામ તહેવારો અને તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના કર્તવ્યો નિભાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કામકાજ પર પણ સકારાત્મક અસરો કરશે. અમદાવાદની આ નવી પોલીસ કમિશ્નર કચેરી દેશના સૌથી આધુનિક પોલીસ હેડક્વાર્ટર્સમાંની એક હશે.

નવી પોલીસ કમિશ્નર કચેરીની વિશેષતાઓ

સાત માળનું નવનિર્મિત ભવન લગભગ ₹146 કરોડના ખર્ચે 18,068.67 ચોરસ મીટર

અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ હશે પોલીસ કંટ્રોલ રૂમ

ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી આધુનિક સુવિધાઓ

પોલીસકર્મીઓ ના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ

તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા

બીજા માળ પર હશે જિમ્નેશિયમ સખીમંડળની બહેનો કેન્ટીનનું સંચાલન કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com