કલ્કી કેકલાં આમ તો ફ્રેન્ચ એક્ટ્રેસ છે પરંતુ હિન્દી સિનેમામાં તેણે પોતાની સારી ઓળખ બનાવી છે. તેણે ફિલ્મોમાં અલગ-અલગ રોલ નિભાવ્યા છે. કલ્કીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ Guy Hershberg સાથે લગ્ન કર્યા છે અને વર્ષ 2020માં તેણે પુત્રી સાફોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. પરંતુ કલ્કીના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેણે પોતાના પહેલા પતિ અનુરાગ કશ્યપને ડિવોર્સ આપી દીધા બાદ એક સાથે અનેક યુવાનોને ડેટ કર્યા હતા.
હવે આ અંગે વાત કરતા કલ્કીએ કહ્યું કે હવે હું પરિણીત છું અને મારી પુત્રી પણ છે. હાલમાં મારી પાસે આ બધી વસ્તુઓ માટે સમય નથી પરંતુ આ પહેલા જ્યારે મારી પાસે સમય હતો ત્યારે મેં આ કર્યું હતું અને મને એનો પસ્તાવો નથી. મને લાગે છે કે તમારે તમારા રુલ્સ અને બાઉન્ડ્રી અંગે ખૂબ જ એલર્ટ રહેવું પડે છે. લગ્ન અને બાળક થયા બાદ તમે કોઈ બીજાને સમય આપી શકો એ શક્ય નથીજોકે હું એવા ઘણા લોકોને જાણું છું જે ડેટિંગ લાઈફને સંભાળે છે. Polyamorous સંબંધમાં વિશ્વાસ રાખે છે પરંતુ મારાથી હવે આ નથી થઈ શકતું. મારા માટે મારા જીવનનો આ ખૂબ જ અલગ જ ફેઝ ચાલી રહ્યો છે. જ્યારે મેં આ બધું કર્યું ત્યારે હું ખૂબ જ યંગ હતી અને સેટલ થવા નહોતી માગતી. ત્યારે હું એક્સપેરિમેન્ટ કરી રહી હતી, પણ હવે નહીં.