ભૂતપૂર્વ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા કુસ્તીની ફાઇનલ મેચના દિવસે વજનને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જ્યારે તે તૂટી પડી ત્યારે શું તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો? વિનેશ ફોગટે પોતે કહ્યું કે હા, પરંતુ તેણે મોદી સાથે વાત કરી ન હતી. તેનું કારણ એ હતું કે તે પોતે વડાપ્રધાન સાથેની કોઈપણ વાતચીત રેકોર્ડ કરવા માંગતી હતી.ભારતીય અધિકારીઓએ આ શરત સ્વીકારી ન હતી, તેથી તેઓએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
વિનેશ ફોગાટે લલ્નટોપને આપેલા ઈન્ટરવ્યુંમાં મોટા ખૂલાસા કર્યા છે. વિનેશ ફોગાટે કહ્યું, “કોલ આવ્યો હતો. મેં ના પાડી. મને સીધો ફોન આવ્યો ન હતો, પરંતુ ત્યાં રહેલા ભારતીય અધિકારી પર ફોન આવ્યો હતો. તેમને મને કહ્યું કે પીએમ મોદી વાત કરવા માંગે છે, અને મેં કહ્યું ઠીક છે. તેમણે કહ્યું કે તમારી પાસે કોઈ માણસ નહીં હોય, અમારી ટીમના બે લોકો હશે, એક વીડિયો શૂટ કરશે અને એક વાત કરાવશે અને વીડિયો સોશિયલ મીડિયા પર જશે. તો મેં એમને સ્પષ્ટ ના પાડી દીધી હતી.
“હું સોશિયલ મીડિયા પર મારી લાગણીઓ… મારી મહેનત…ની મજાક નહીં બનાવું. જો તેમને ખરેખર કોઈ ખેલાડી પ્રત્યે સહાનુભૂતિ હોય તો તે રેકોર્ડિંગ વગર વાત કરી શકે છે તો હું ખૂબ આભારી રહીશ. ” તેઓ કદાચ જાણે છે કે વિનેશ તેમને ફોન નહીં કરે જે દિવસે તેઓ વાત કરશે એ દિવસે તે 2 વર્ષનો હિસાબ માંગશે. અમે રેકોર્ડિંગ કરીશું. તેઓ તેમના સ્તરે કાપી શકે છે, પરંતુ હું નહીં; હું મૂળ પોસ્ટ કરીશ, પરંતુ ચર્ચા દરમિયાન તેમને મને ના પાડી દીધી હતી.
લગભગ બે વર્ષ પહેલાં તેમણે રેસલિંગ મહાસંઘના પ્રમુખ સામે મોરચો ખોલ્યો હતો, મહિલા કુસ્તીબાજોએ તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પછી તેઓ પોલીસ સાથે ઘર્ષણબાદ અનેક મહિનાઓ સુધી હડતાળ પર રહ્યા હતા. વિનેશે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. નેશનલ કેમ્પમાં 53 કિગ્રા વજન વર્ગમાં હાર્યા બાદ તે પછી 50 કિગ્રા વજન વર્ગમાં ક્વોલિફાય થઈ હતી. આ કેટેગરીમાં મેડલ સુધી પહોંચવામાં વધુ વજન વિલન બનતાં તેને ગેરલાયક ઠેરવવામાં આવી. કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ હવે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.