અંગત પળો માણવાનું એક કપલને ખૂબ ભારે પડ્યું. અંગત પળો માણી રહ્યાં હતા અને બે યુવાનોએ ખાનગીમાં તેમનું આ કૃત્ય મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું અને પછી તેને આધારે છોકરીને કહેવા લાગ્યાં કે અમારા બન્ને સાથે સંબંધ રાખ નહીંતર તારો સેક્સી વીડિયો વાયરલ કરી દઈશું બસ, પછી કપલને લાગી આવ્યું અને તેમણે તરત આપઘાત કરી લીધો.
ગુજરાતના ગાંધીનગરમાં પ્રેમીપંખીડાએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પણ હેરાનીભર્યું હતું. 24 વર્ષીય સાહિલ ઠાકોર અને તેની 16 વર્ષની પ્રેમિકાએ ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં પડતું મૂકીને મોતને ગળે લગાવી લીધું હતું.
હકીકતમાં સાહિલ અને તેની ગર્લફ્રેન્ડ અંગત પાળો માણી રહ્યાં હતા અને આ દરમિયાન બે શખ્સો અશફાક રાઠોડ અને શાહરુખ બેલિમે તેમનો અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો અને પછી વીડિયો દેખાડીને સાહિલને કહેવા લાગ્યાં કે તારી ગર્લફ્રેન્ડે અમારી બન્ને સાથે સંબંધ રાખવો પડશે નહીંતર તમારો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.
સાહિલના પિત્રાઈ સુનિલ ઠાકોરે એવું કહ્યું કે આત્મહત્યાના લગભગ એક અઠવાડિયા પહેલા સાહિલે તેને કહ્યું હતું કે રાઠોડ અને બેલીમ, એક ઓટોરિક્ષા ડ્રાઈવર, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે. “રાઠોડ અને બેલીમ સાહિલને તેની ગર્લફ્રેન્ડને બંને સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી રહ્યા હતા. સાહિલ આનો વિરોધ કરતો હતો. હેરાન થઈને, સાહિલ અને તેની ગર્લફ્રેન્ડે પોતાનું જીવન કરી રહ્યાં છીએ.
ચિલોડા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. પરમારે જણાવ્યું હતું કે આરોપીઓને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, આરોપીઓએ તેમના ફોનમાંથી વીડિયો કાઢી નાખ્યા હતા જોકે આરોપીઓએ અંગત પળોનો વીડિયો શૂટ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. બન્નેએ ખાલી એટલું કહ્યું કે તેમની પાસે કપલ સાથે બેઠેલાનો વીડિયો છે. તેમની સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.ચિલોડા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. પરમારે જણાવ્યું હતું કે આરોપીઓને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, આરોપીઓએ તેમના ફોનમાંથી વીડિયો કાઢી નાખ્યા હતા જોકે આરોપીઓએ અંગત પળોનો વીડિયો શૂટ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. બન્નેએ ખાલી એટલું કહ્યું કે તેમની પાસે કપલ સાથે બેઠેલાનો વીડિયો છે. તેમની સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.