શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાનો મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

Spread the love


શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકીર્દી ઘડતર માટે સમગ્રતયા ૬૬૧૬ જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે
શિક્ષણ મંત્રીશ્રીએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે.
રાજ્યની કોલેજોમાં વિવિધ ૪૪ જેટલા વિષયો માટે ૯ર૭ અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.ર૦ જાન્યુઆરી-ર૦ર૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે.
આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ પ૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે એમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૩૩૮૨ અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ર૩૦૭ શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે ૩૩૮૨ શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે ૬ર૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ર૭૬, ગુજરાતી વિષય માટે રપ૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧૦૩૭, અંગ્રેજી વિષય માટે ૪૪ર, સામાજિક વિજ્ઞાન વિષય માટે ર૮૯, ગુજરાતી વિષય માટે ર૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી ૬૬૧૬ જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com