કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા

Spread the love


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા છે. આ વર્ષે પણે ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ ૬ વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે તેમ કરૂણા અભિયાન-૨૦૨૧નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને આદેશો આપ્યા છે.
ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાન- ૨૦૨૧નો આજે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી હસ્તે ઇ-શુભારંભ કરાયો હતો.
ગાંધીનગર ખાતે વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, પશુપાલન રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ.
તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ, પરંપરા, વિરાસત, ઇતિહાસમાં અબોલ પશુ, પંખીઓના જીવ બચાવવા મોટા સંગ્રામ થયા છે, તેમાં અનેક જીવદયા પ્રેમીઓએ પોતાના બલિદાન આપ્યા છે, આ આપણા સંસ્કાર દર્શાવે છે. ભગવાન ગૌતમ બુદ્ધના સમયથી આ જીવ દયાની પ્રણાલી શરૂ થઇ છે. ગૌતમ બુદ્ધે કરૂણાનો સંદેશ વિશ્વને આપ્યો છે. નાની ઘટના પણ સૌને જીવો અને જીવવાદોના સૂત્રને સાકાર કરવાની પ્રેરણા આપે છે. દરેકના જીવનની રક્ષા કરવી એ સરકારની ફરજ છે. જેના ભાગરૂપે ગાંધીજી અને સરદારના ગુજરાતમાં આપણે આ કરૂણા અભિયાન શરૂ કર્યું છે. અહિંસક ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કરનારૂ આ અભિયાન બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ-૧૯ અને છેલ્લા થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લુના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. આની સામે સાવચેતીના ભાગરૂપે ઘાયલ પક્ષીઓની સારવારમાં જોડાયેલા રાજ્યની સરકારની SOPનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લુનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સંસ્થાઓને અનુરોધ પણ કર્યો હતો.
રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કરૂણા અભિયાનમાં સહભાગી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
વન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી રૂપાણીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. અત્યાર સુધીમાં આ અભિયાન થકી હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. ૧૧ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ ૨૫૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.
તેમણે કહ્યું હતું કે, કોવિડ અને બર્ડ ફ્લુની SOPનું યોગ્ય પાલન થઈ શકે તેમ માટે PPE કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે ૨૦,૦૦૦ PPE કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જે મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે. ચાલુ વર્ષએ કરૂણા અભિયાનમાં ૪૨૧ સારવાર કેન્દ્રો, ૭૧ મોબાઇલ વાન, ૩૭ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા ૫૨૯ પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વાઇડલાઇફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે ઘાયલ પક્ષીઓને અપાતી સારવારની ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવશ્રી નલીન ઉપાધ્યાય, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ પોસ્ટ ડૉ. ડી. કે.શર્મા, પશુપાલન નિયામક શ્રી ફાલ્ગુનીબેન ઠાકર તેમજ કાર્યક્રમના સ્થળે પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com