AMC દ્વારા નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સના રાત્રી ચેકીંગ દરમ્યાન ૬૬ એકમોની તપાસ તેમજ ૪૪ નોટીસ આપી રૂા. ૧૦,૦૦૦ મ્યુનિ.વહીવટી ચાર્જ વસુલ, નારણપુરામાં નાસ્તાના કારણે ફુડ પોઈઝનીંગની અસરનો ખોટો મેસેજ વાયરલ

Spread the love

ટી.પી.સી. મશીન દ્વારા ૨૬ ટેસ્ટ અને ફુડ સેફટી ઓન વ્હીલ્સ-મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા સ્થળ ઉપર જ ૧૮ ટેસ્ટ, વધુમાં ૧૩ કિ.ગ્રામ અને ૧૭ લીટર બિન-આરોગ્યપ્રદ ખાધ્ય પદાર્થનો સ્થળ ઉપર નાશ : નારણપુરા સરદાર પટેલ આવાસ યોજના ખાતે મોટી સંખ્યામાં લોકોને નાસ્તાના કારણે ફુડ પોઈઝનીંગની અસર થઈ છે તેવો ખોટો મેસેજ વાયરલ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત અમદાવાદ શહેરના તમામ ઝોનના વોર્ડ / વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે નવરાત્રી દરમ્યાન જાહેર આરોગ્યના હીતમાં સંચાલકો, ફુડ સ્ટોલ ધારકોને અનુસરવાની થતી શરતોની સમજ આપેલ તેમજ લાયસન્સ / રજીસ્ટ્રેશન બાબતે કરેલ કામગીરી કરવામાં આવી હતી.જીએમડીસી ગ્રાઉન્ડ, એસ.કે.પાર્ટી પ્લોટ, રાજપથ કલબ તથા સિંધુભવન રોડ ઉપર આવેલ વિવિધ પાર્ટી પ્લોટસ,ફુટબોલ ગ્રાઉન્ડ, કાંકરીયા મણીનગરનો મણીયારો,એકા કલબ, કાંકરીયા,વાયએમસીએ કલબ, વિવિધ પાર્ટી પ્લોટસ,કર્ણાવતી કલબ,એનઆઇડી ગરબા મહોત્સવ,ખોડલધામ પાર્ટી પ્લોટ, શગુન પાર્ટી પ્લોટ, દયાવાન પાર્ટી પ્લોટ, વસાણી પાર્ટી પ્લોટ, ખોડલ પાર્ટી પ્લોટ, હરિદર્શન રોડ નિકોલ, વૃંદાવન પાર્ટી પ્લોટ, રામોલ-હાથીજણમાંથી કુલ ફુડ સ્ટોલ ૯૧,ઇસ્યુ કરેલ ૪૯, રજીસ્ટ્રેશન જેમાંથી ૪૩ બાકીના રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં છે.

તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સના રાત્રી ચેકીંગ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ૬૬ એકમોની તપાસ કરી ૦૨ સર્વેલન્સ નમુના લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે તેમજ ૪૪ નોટીસ આપી રૂા. ૧૦,૦૦૦ મ્યુનિ.વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ટી.પી.સી. મશીન દ્વારા ૨૬ ટેસ્ટ અને ફુડ સેફટી ઓન વ્હીલ્સ-મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા સ્થળ ઉપર જ ૧૮ ટેસ્ટ કરવામાં આવેલ છે. વધુમાં ૧૩ કિ.ગ્રામ અને ૧૭ લીટર બિન-આરોગ્યપ્રદ ખાધ્ય પદાર્થનો સ્થળ ઉપર નાશ કરાવેલ છે.

નારણપુરા સરદાર પટેલ, આવાસ યોજના ખાતે મોટી સંખ્યામાં લોકોને નાસ્તાના કારણે ફુડ પોઈઝનીંગની અસર થઈ છે તેવો મેસેજ વાયરલ થયેલ હતો તે પ્રાથમિક ધોરણે જણાય આવેલ નથી.નારણપુરા સરદાર પટેલ, આવાસ યોજના, અમદાવાદ ખાતે ૨૮ બ્લોકસ અને ૧૬૮૫ ફલેટસ આવેલ છે. ફુડ પોઈઝનીંગનો મેસેજ મળતા ઉપરોક્ત સ્થળે ફુડ વિભાગ અને હેલ્થ વિભાગની ટીમો દ્રારા તાત્કાલીક પહોંચીને કામગીરી ચાલુ કરેલ હતી. તપાસ કરતા નારણપુરા સરદાર પટેલ, આવાસ યોજના, અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન દિલ્લી ચાટનો નાસ્તો રાખવામાં આવેલ હતો. ઉપરોક્ત હકીકતના અનુસંધાને ફુડ વિભાગની ટીમે ત્યાંના સ્થાનિક લોકોને સઘન પુછપરછ કરતા નાસ્તાના કારણે ફુડ પોઇઝનીંગ થયેલ તેવુ પ્રાથમિક ધોરણે જણાય આવેલ નથી.વધુમાં ફુડ વિભાગ દ્વારા સદર સ્થળે તપાસ હાથ ધરી મેડીકલ વાન દ્વારા સર્વે કરી સઘન સારવાર અપાઇ રહેલ છે. હજી સુધી ફુડ પોઇઝનીંગના કારણે કોઇ-પણ વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોય તેવું જણાય આવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com