ગુજરાતને બોલિવુડ હબ બનાવવાનો પ્લાન નિષ્ફળ ગયો છે. 10000 કરોડનું ગુજરાતમાં રોકાણ કરવાનો સ્ટાર્સનો દાવો પોકળ સાબિત થયો છે.
15 જેટલા બોલિવુડ સિતારાઓએ ગુજરાતમાં ફિલ્મ સિટી, ફિલ્મ સ્ટુડીયો, વોટર સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક એક્ટિંગ સ્કુલ સ્થાપવા માટે 10000 કરોડના મૂડીરોકાણનો વાયદો કર્યો હતો, પરંતુ આજ સુધી એક રૂપિયાનું રોકાણ થયું નથી.
2009થી 2012 સુધી ગુજરાત સરકારે બોલિવુડ કલાકારો માટે લાલ જાજમ બિછાવી હતી. ગુજરાતમાં 8થી વધુ ફિલ્મ સ્ટુડીયો, 10થી વધારે એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવાના હતા.
અનુપમ ખેર, પ્રિટી ઝિંટા, જે કી શ્રોફ, અરબાઝ ખાન, અજય દેવગણ, પરેશ રાવલ, સંજય દત્ત, વિવેક ઓબેરોય, શત્રુધ્ન સિંહા મોટા ગજાના કલાકારોએ વાયદો કર્યો હતો. પરંતુ એક જણે પણ ગુજરાતમાં રોકાણ કર્યું નથી.