વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર પાંચ ઝડપાયાં..

Spread the love

ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના અવાવરૂ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે કે, પોલીસે ગેંગ રેપના આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે, આ આરોપીઓને હાલ વડોદરા ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઇ જવામાં આવ્યા છે.

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાયલી ગેંગરેપના પાંચ આરોપીઓને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યા છે. આ ઝડપાયેલા આરોપીઓને હાલ પૂછપરછ માટે વડોદરા ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ આરોપીઓમાંથી ત્રણ વિધર્મી છે અને યુપીના રહેવાસી છે. આ આરોપીઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીઓના મોબાઇલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ આરોપીઓ કડિયાકામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ દુષ્કર્મ કેસમાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ આરોપીઓએ ગુુજરાતી અને હિન્દી ભાષામાં ધાકધમકી આપતા પાંચ આરોપીઓનો સગીરા અને તેના મિત્રે પ્રતિકાર કરતા બે યુવાનો ભાગી ગયા હતા. એક નરાધમે સગીરાના મિત્રને દબોચી રાખ્યો હતો. જ્યારે અન્ય નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ કેસ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, શુક્રવારે મોડી રાત્રે સગીરા પર સેક્સ્યુઅલ એટેક થયો હોવાની વિગતો મળી હતી. આ કેસમાં વડોદરાની કિશોરી તેના બાળપણના મિત્રને મળવા માટે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી. મિત્રના ટુ વ્હીલર પર તેઓ બંને ભાયલી ગામ નજીક પીટી વિસ્તારમાં ગયા હતા. ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચે એકાંતમાં રોડની વચ્ચે ડિવાઇડર પર બેસીને વાતો કરતા હતા. તે સમયે બે બાઇક પર પાંચ યુવાનો તેમની પાસે આવ્યા હતા. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષામાં સગીરા અને તેના મિત્રની ધાક ધમકી આપી હતી. સગીરા અને તેના મિત્રએ પ્રતિકાર કરતા બે યુવાનો એક બાઇક લઇને ત્યાંથી રવાના થઇ ગયા હતા. બાકીના ત્રણ પૈકીના એક શખ્સે સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો. આ દરમિયાન નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ આરોપીઓને પકડીને કડકમાં કડક સજા થશે તેવું આશ્વાસન આપ્યું હતુ. ત્યારે વડોદરા પોલીસની વિવિધ ટીમો ઉપરાંત એફએસએલની ટીમે બનાવનો આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. આ સ્થળ પરથી તૂટેલા ઝાંઝરના ઘૂઘરી, ચશ્મા સહિત અન્ય ગેઝેટ મળી આવ્યા હતા. આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને આરોપીના વાહનોની વિગતો મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com