ભાવનગર ખાતે ૧૭મી ના રોજ નંદ પાર્ટી પ્લોટ શિહોર ખાતે સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતાં. નાના કાર્યકરોની ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખનારા સીઆર પાટીલ ખૂબ જ ટુંકા દિવસોમાં તેમનું લેવલ મોટું થયું છે. આ લેવલ મોટું થવામાં જા મોટું કામ થયું હોય તો તે વિધાનસભા પેટાચુંટણીમાં ૮ સીટોમાંથી ૧ પણ સીટકોંગ્રેસ મેળવી શક્યું નથી. ત્યારે સોગંદ ખાવા પૂરતી પણ એક સીટ મળી ન હતી. ત્યારે આ શ્રેય ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જાય છે. પણ હા પાછળ પરષોત્તમ સોલંકી એવા ભાઈનો ટેકો ખૂબ જ મોટો મળેલો છે. કારણકે ૮ સીટોમાંથી ૪ થી ૫ સીટો કોળી સમાજનો પણ એટલો જ દબદબો રહ્યો હતો ત્યારે આ ૮ સીટો જીતવામાં હરણફાળ ફાળો આપ્યો છે તેમાં રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી તથા હીરા સોલંકીનો મોટો શ્રેય છે આજ પણ કોળી સમાજમાં દબદબો યથાવત છે. ત્યારે ૫ ટર્મથી ચુંટાતા અને ૪ ટર્મથી મંત્રીપદે રહેલા પરષોત્તમ સોલંકી નાના વર્ગ એવા ઓબીસી સમાજ માટે હરહંમેશ પુરષોત્તમ જ રહ્યાં છે ભાઈથી પ્રચલિત પરષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતના કારણે ઘણાં કાર્યક્રમોમાં હાજર ન રહેતા ઘણાં જ વિરોધીઓ બિલ્લી પગે ખટપટ કરવા લાગ્યા હતાં પણ ભાઈ હવે ફૂલટાઈમ હાજરી થી વિરોધીઓમાં સોંપો પડી ગયો છે પણ મોટા નેતાઓ જ્યાંથી ચુંટણી જીત્યા છે તે ભાઈની એન્ટ્રીથી પોતાની સીટ સલામત રહે તે સંદર્ભે ભાઈની આજે પગચંપી કરવા આવી રહ્યાં છે.
શિહોર ખાતે યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાઈનું વજન સોનાથી તોલો તો પણ ઓછું છે તેવું પ્રજામાં લલકાર હતો. ભાવનગર જિલ્લામાં સરપંચો સાથે સીધા સંવાદમાં અનેક લોકોના વિકાસ કામો ભાઈએ કર્યા છે. ભાઈ હવે પાર્ટીને તો મજબૂત કરીર હ્યાં છે સાથે સાથે સીઆર પાટીલના હાથ મજબૂત કરી દીધા છે તેમાં જે પેટાચુંટણીમાં ડર હતો તે ભાઈ અને હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ દ્વારા જવાબદારી નાંખી દેવામાં આવી હતી આ જવાબદારીમાં ભારે મતોથી ઉત્તીર્ણ થયા છે ત્યારે આજે પ્રદેશ પ્રમુખની ગુડ બુકમાં ભાઈનું વજન વધ્યું છે આજે પણ ઓબીસી સમાજ પર તથા કોળી સમાજ ઉપર દબદબો છે ત્યારે સરપંચ સંવાદ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સાસંદ ભારતીબેન શિયાળ, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પાનોટ હાજરરહ્યા હાતં. બાકી ભાઈનો અસલી કાઠીયાવાડી મિજાજ સૌનું ધ્યાન ખેંચતો હતો. પ્રજાના કામોમાં પ્રથમ આંગળી ઊંચી કરનારા અને દિલથી આવકાર આપનાર પરષોત્તમ સોલંકીનો દબદબો આજે પણ અકબંધ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે ૧૦૦ ટચનું સોનું ગોતવામાં માહિર અને હીરાની પરખ જાણનારા સીઆર પાટીલે ભાઈ તથા હીરા સોલંકીને પોતાની ગુડબુકમાં એવી રીતે ગોઠવી દીધા છે કે પત્તુ ડાયરીનું ખુલે એટલે ભાઈનું પત્તુ પહેલા ખુલે.