ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાશન ભાજપ સંભાળી રહ્યું છે ત્યારે અનેક પક્ષો આવ્યા અને ગાય પણ કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઈ પક્ષો ફાવ્યા નથી ત્યારે આપ પાર્ટીની દિલ્હીમાં લોક્પ્રિયતા ધીરે ધઈરે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા બાદ હવે જીજે ૧૮ ખાતેના ગાંધીનગર જિલ્લામાં બિલ્લીપગે પ્રવેશ કરી લીધો છે ત્યારે હમણાં જ ગાંધીનગરના સરગાસણ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન બાદ હવે માણસા ખાતે બીજું કાર્યાલયનો પ્રારંભ થતાં શાસક પક્ષને ટેન્શન વધી ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ત્યારે પ્રભુત્વ નાગરીકોથી લઈને ભણેલો વર્ગ આપ પાર્ટીમાં જાડાતા આપ પાર્ટી દ્વારા હમણાં જે મહાનગર પાલિકાઓની ચુંટણીઓ આવવાની છે તેમાં ઉમેદવારો પણ અત્યારથી જ લીસ્ટ જાહેર કરી દેતા ખાનગી રાહે પ્રચાર પ્રસાર આરંભી દીધો છે ત્યારે આરપ પાસે ક્વોલિટીબધ્ધ કાર્યકરો હોવાથી શાસક પક્ષ હવે બાજનજર રાખી રહ્યું છે ત્યારે આપ પાર્ટીના માણસામાં કાર્યાલય ખૂલતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં પગપેસારો ધીમે ધીમે આપ પાર્ટીનો થયા બાદ જીજે ૧૮ ખાતેના માણસા ખાતે પણ કાર્યાલય શરુ થતાં આવનારી મનપાથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં આપ પાર્ટી શ્રી ગણેશ કરશે તેમાં નવાઈ નહીં અને ગુજરાતના મનપાઓમાં ખાતા ખુલે તો પણ નવાઈ નહીં.